Thursday, April 11, 2024
Google search engine
HomeNationalજાનની કારની 15 ફુટ ઉછળી ખેતરમાં પટકાઈ, વરરાજાનું તડપી તડપીને મોત, જુઓ...

જાનની કારની 15 ફુટ ઉછળી ખેતરમાં પટકાઈ, વરરાજાનું તડપી તડપીને મોત, જુઓ તસવીરો

એક ખૂબ જ શોકિંગ બનાવ બન્યો છે. લગ્ન મંડપમાં દુલ્હન રાહ જોઈ હતી. બીજી તરફ જીવનની નવી ઈનિંગની શરૂઆતને લઈને વરરાજા પણ ઉત્સુક હતા. વરરાજા ઘરેથી જાન લઈને નીકળ્યા હતા. જોકે ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. આ પ્રેમી યુગલને કોઈકની નજર લાગી ગઈ હોય એમ તેમના પર કાળ ત્રાટક્યો હતો. આ હચમચાવી દેતા બનાવથી લોકો હચમચી ગયા છે.

આ આઘાતજનક બનાવ મધ્યપ્રદેશનો છે. અહીંના ધારમાં શનિવારે લગ્નના થોડાક જ કલાક પહેલાં વરરાજાનું કરુણ મોત નિપજ્યું હતું. દુલ્હન જાન આવવી રાહ જોતી રહી પણ તેને દુલ્હાના મોતના સમાચાર મળ્યા હતા.

ગ્ન સ્થળથી 28 કિલોમિટર પહેલા અકસ્માત
રિતેશ નામના યુવકના જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન નર્ધારિત કર્યા હતા. રિતેશ જાન લઈને દુલ્હન જ્યોતિના ગામ લાબરિયા જતો હતો. કારમાં પાંચ લોકો સવાર હતા. લગ્ન સ્થળથી 28 કિલોમિટર પહેલા ઈન્દોર-અમદાવાદ ફોરલેન પર ફુલગાંવડી ગામ પાસે આ ભયંકર સર્જાયો હતો.

15 ફુટ ઉછળીને કાર ખેતરમાં પટકાઈ
અકસ્માતને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે કાર ડિવાઈડર સાથે ટકરાતા અંદાજે 15 ફુટ ઉછળીને ખેતરમાં પડી હતી. કારમાં દુલ્હા સહિત 5 લોકો સવાર હતા. તમામ લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વરરાજા અને તેના કાકાના દીકરાની સ્થિતિ ગંભીર હતી. પરિવારજનોએ લોકોની મદદથી ઘાયલને ખેતરમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, પણ વરરાજાનું રસ્તામાં જ મોત થયું હતું.

ઝોકું આવ્યું અને..
પોલીસના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં ડ્રાઈવરને ઝોકું આવી ગયો હોવાથી અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે. ઝોકુ આવી જતાં ડ્રાઈવરે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું અને ઝડપથી જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ ખેતરમાં પટકાઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page