Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalબે માસીયાઈ બહેનો પડી એકબીજાના ગાઢ પ્રેમમાં, પરિવારે વિરોધ કરતાં ઘરેથી ભાગી...

બે માસીયાઈ બહેનો પડી એકબીજાના ગાઢ પ્રેમમાં, પરિવારે વિરોધ કરતાં ઘરેથી ભાગી ગઈ

સમલૈંગિક સંબંધોની હવે ભારતમાં નવાઈ નથી. પુરુષ-પુરુષ ને યુવતી-યુવતી એકબીજાને પ્રેમ કરતાં હોય છે. હવે ભારતમાં પણ ગે ને લેસ્બિયન લગ્નની નવાઈ નથી. હાલમાં જ લેસ્બિયન સંબંધોનો ખુલાસો થયો હતો. લેસ્બિયન સંબંધોમાં બે યુવતીઓ ઘરેથી ભાગી ગઈ હતી. તેમણે ઘરે પત્ર મૂક્યો હતો.

ક્યાંની છે યુવતીઓ? મધ્ય પ્રદેશમાં સમલૈગિંક સંબંધોને કારણે બે યુવતીઓ પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. એક યુવતી બડવાનીની છે અને બીજી ધાર જિલ્લાની માનપુરની છે. બડવાનીની યુવતીએ ઘરે બે પાનાંનો લેટર લખ્યો છે. પત્રમાં યુવતીએ કહ્યું હતું કે તેઓ બંને અલગ થવાનું વિચારી શકે તેમ નથી. આથી ઘરેથી દૂર મરવા જાય છે. તેમને શોધવાનો પ્રયાસ ના કરવામાં આવે.

શું છે પત્રમાં? યુવતીએ કહ્યું હતું, હું અને મારી માસીની દીકરી એકબીજાને ઘણો જ પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર રહી શકીએ તેમ નથી, આથી અમે વિચાર્યું કે ક્યાંક દૂર જઈને મરી જઈએ. અમને ખ્યાલ છે કે આ ખોટું છે. હું પણ આ બધી વાતોની વિરુદ્ધમાં હતી, પરંતુ અમારી પાસે આના સિવાય કોઈ વિકલ્પ નથી. દીદીના લગ્નમાં અમારી વચ્ચે મિત્રતા થઈ હતી. આ મિત્રતા ક્યારેય પ્રેમમાં બદલાઈ ગઈ તે અમને ખ્યાલ જ ના રહ્યો.

‘અમારા બંનેની એ હાલત છે કે એકબીજા વગર જીવવાનું તો ઠીક, દૂર જવાનું પણ વિચારી શકતા નથી. માર્ચમાં માસીના ઘરે બટાટાની વેફર બનાવવાના બહાને ગઈ હતી. આ માત્ર બહાનું હતું. હું મારી પ્રેમિકાને મળવા ગઈ હતી. ત્યારે જ અમે બંનેએ લગ્ન કરી લીધા હતા. તેના ઘરના રૂમમાં અમે સાત વચનની આપલે કરી હતી. અમે સાથે જીવવા-મરવાના કોલ આપ્યા હતા. હવે સાથે જીવી નહીં શકીએ, તેથી સાથે મરી જવાનું વિચાર્યું છે. શું જરૂરી છે કે યુવતીના લગ્ન યુવક સાથે જ થાય? અમે બંને આવું માનતા નથી. લગ્ન તો ત્યારે જ થાય જ્યાં પ્રેમ હોય.’

‘જ્યારે કોઈને સાચો પ્રેમ હોય ત્યારે તે એ નથી જોતું કે તે યુવક છે કે યુવતી. કાશ, પરિવાર અને કાસ્ટ બધા જ અમારી ફીલિંગ સમજી શકત. અમને ખ્યાલ છે કે કોઈ નહીં સમજે. તમામ અમારી ફીલિંગની મજાક ઉડાવશે. પ્રેમિકાના ઘરના લોકોને શંકા ગઈ હતી. અમારા બંનેની ચેટિંગ વાંચી લીધી હતી. અમારી વાતચીત બંધ કરાવી દીધી હતી. 15 દિવસથી અમારી વાત થઈ શકી નહોતી. ક્યારેક-ક્યારેક મેસેજ પર વાત થતી હતી. અમારી વાત બંધ કરાવી ત્યારે લાગ્યું કે હવે મરી જવું જોઈએ. પહેલાં આખો દિવસ વાત થતી હતી.’

‘સવારે ઉઠતાં જ વીડિયો કોલ ચાલુ થતાં. આ વાત ઘરમાં બધાને ખબર હતી કે હું માત્ર તેની સાથે જ વાત કરતી હતી. મેં મિત્ર સવિયા કોઈ બીજા અંગે વિચાર્યું નથી. મને માફ કરી દેજો કે હું આટલું મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ભાઈ, મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. મોટી દીદી હમણાં જ ગઈ છે. નાની દીદીને બોલાવી લેજો. મમ્મીને સારું લાગશે. મને પપ્પા સૌથી વધુ પ્રેમ કરતાં. મારા તરફથી સોરી રહેજો. અમને શોધવાનો પ્રયાસ ના કરતા. અમે બહુ જ દૂર જઈને મરીશું.’

‘આસપાસ મર્યાં તો તમે અમારી લાશોને અલગ કરી દેશો. જીવતે જીવ તો સાથે ના રહેવા દીધા, પ્લીઝ શાંતિથી મરવા દેજો. મેં ઘરમાં કેટલીવાર કહ્યું કે મારી મિત્ર સાથે જ લગ્ન કરીશ, પરંતુ બધાએ આ વાતને મજાકમાં લીધી હતી. હું મજાક નહોતી કરતી. ત્મે લોકો વિચારતા હતાં કે કોઈ છોકરા સાથે મારા લગ્ન કરાવી દેશો, પરંતુ હું આવું નહીં કરું. તમારી દીકરી.’

લગ્નમાં પ્રેમ થયોઃ પરિવારની ફરિયાદ બાદ પોલીસે વિવિધ ટીમ પાડીને શોધ શરૂ કરી દીછે. કહેવાય છે કે પોલીસે પત્રના લખાણની ખરાઈ કરી રહી છે. પરિવારે કહ્યું હતું કે બંને યુવતીઓ માસિયાઈ બહેનો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, 22 વર્ષીય યુવતી 13 જૂનના રોજ એક પત્ર લખીને ગુમ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે છ મહિના પહેલાં મનાવરની પાસે ગામમાં સંબંધીના લગ્ન હતાં. આ સમયે તેની માસીની દીકરી સાથે મિત્રતા થઈ હતી. સો.મીડિયામાં તેઓ વાતો કરવા લાગ્યા અને પછી એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં.

પરિવારે કહ્યું હતું કે ચેટિંગ વાંચ્યા બાદ તેમણે બંનેની વાતચીત બંધ કરાવી દીધી હતી. યુવતીએ લગ્નની વાત કહી હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે એક ટીમ અન્ય રાજ્યોમાં મોકલી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page