Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightધોની હવે કરે છે ખેતીમાંથી કમાણી, સ્ટ્રોબેરી ઉગાડીને કરી નાખી 30 લાખની...

ધોની હવે કરે છે ખેતીમાંથી કમાણી, સ્ટ્રોબેરી ઉગાડીને કરી નાખી 30 લાખની કમાણી

રાંચીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પૂર્વ ઈન્ડિન કેપ્ટન ધોની ખેડૂત બની ગયો છે. તે પોતાના ફાર્મહાઉસમાં વિવિધ પ્રકારના શાકભજી તથા ફળો ઉગાડે છે. રાંચીમાં ધોનીના ફાર્મની શાકભાજી તથા ફળોની ડિમાન્ડ ઘણી જ છે.

તાજેતરમાં જ ધોનીના ફાર્મહાઉસમાં 10 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન થયુ હતું. આટલા મોટા પ્રમાણમાં સ્ટ્રોબરી થતાં ધોનીને 30 લાખ રૂપિયની કમાણી હોવાનું માનવામાં આવે છે.

ધોનીના ફાર્મ હાઉસમાં માત્ર સ્ટ્રોબેરી જ નહીં પરંતુ તરબૂચ પણ એટલાં જ ઉગ્યા છે. રોજ ખેતરમાંથી 300 કિલો તરબૂચ તથા 200 કિલો ટેટીની લણણી થઈ રહી છે.

43 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં ધોનીએ ત્રણ મહિના પહેલા પોતાના હાથેથી તરબૂચ તથા ટેટીના છોડ રોપ્યા હતા. હવે તેના ફળ તૈયાર છે. રાંચીના સ્થાનિક માર્કેટમાં તરબૂચ તથા ટેટી વેચાવા લાગી છે.

ધોનીએ ચાર એકરમાં તરબૂચ તથા દોઢ એકરમાં ટેટીનો છોડ રોપ્યો છે. ખાસ વાત એ છે કે ધોનીએ કોઈ પણ જાતના કેમિકલ વગર પૂરી રીતે કેમિકલની ખેતી કરી છે. આ જ કારણ છે કે ધોનીના ફાર્મના શાકભાજી તથા ફ્રૂટ્સ ટેસ્ટી હોય છે.

ધોનીએ એક એકરમાં શિમલા મરચા ઉગાડ્યા છે. આ પહેલાં ધોનીના ફાર્મમાં કોબીજ, ટામેટા, બટાટા, ડુંગળી, બ્રોકલી, કોળું, પપૈયું સહિતના શાકભાજી તથા ફ્રૂટ્સ ઉગાડવામાં આવતા હતા.

ધોની ક્રિકેટર હોવાની સાથે સાથે રાજ્યનો ટોપ પશુપાલક પણ છે. ઓર્ગેનિકે ખેતીને કારણે લાગે છે કે હવે તેને બેસ્ટ ખેડૂતનો અવોર્ડ આપવામાં આવશે. હાલમાં ધોની આઈપીએલમાં વ્યસ્ત છે. આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થાય છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this online casino site and managed a significant amount, but eventually, my mother fell ill, and I required to cash out some earnings from my account. Unfortunately, I encountered difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this casino site. I request for your support in lodging a complaint against this online casino. Please help me to obtain justice, so that others do not undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page