રોહિત રોયે દિયા મિર્ઝા સાથે સ્વિમિંગ પૂલમાં કરી એવી હરકત કે એક્ટ્રેસ રડી રડીને થઈ બેહાલ!

Bollywood Featured

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાના કારણે એક્ટર રોહિત રોય વિવાદમાં ફસાઇ ચૂક્યો છે. રોહિત રોય પર દિયા મિર્ઝા સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો હતો. એવી ચર્ચા હતી કે, દિયા તેના કો-સ્ટાર રોહિત રોયને કારણે ઘણી દુ:ખી થઈ હતી. સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળતી વખતે રોહિત રોયે દિયાને પાછળથી ચૂંટણી ખણી હતી. સંજય ગુપ્તાની ફિલ્મ અલીબાગના શૂટિંગ સમયે આવું થયું હતું. રોહિત યુનિટ સાથે ગોવાની એક હોટેલમાં રોકાયો હતો. બ્રેક દરમિયાન દિયાએ પૂલમાં રિલેક્સ થવાનું વિચાર્યું. તે સ્વિમિંગ એન્જોય કરી રહી હતી અને રોહિત રોયે પણ પૂલમાં તેની સાથે જોઇન કર્યું.

પરંતુ દિયા પૂલમાંથી બહાર નીકળી ત્યારે રોહિતે તેને પાછળથી ચૂંટણી ખણી અને બાજી બગડી. દિયા એકદમ ચોંકી જ ગઈ અને આંખમાં પાણી પણ આવી ગયાં. દિયાને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે બીજા દિવસે રોહિત એવી જ રીતે વર્તવા લાગ્યો, જાણે કંઈ થયું જ ના હોય. તે દિયા સાથે એકદમ કેઝ્યુઅલ જ વર્તવા લાગ્યો, પરંતુ દિયાએ વાત ના કરી અને તેના એ અભદ્ર વ્યવહાર માટે માફી માંગવાનું કહ્યું.

ત્યારબાદ રોહિતે આવી કોઇ ઘટના અંગે માનવાની જ ના પાડી દીધી અને દાવો કર્યો કે, દિયામાં એવું કંઈ દેખાતુ જ નથી, કે તે એવું કંઈ કરે. જ્યારે દિયાએ આ વાત જાહેરમાં કરવાનું કહ્યું અને રોહિતની પત્ની માનસીને પણ તેની ફરિયાદ કરી ત્યારે તેણે તરત જ માફી માંગી લીધી. રોહિતની પત્ની માનસી પણ ત્યારે ગોવામાં જ હતી.

રોહિતના રવૈયાથી દિયા ખૂબ જ દુ:ખી થઈ ગઈ હતી. માફી માંગ્યા બાદ તેણે આ મુદ્દાને આગળ ના વધારવાનો નિર્ણય લીધો. દિયા નહોતી ઇચ્છતી કે, આના કારણે રોહિતની પત્ની અને દીકરીને કંઈ અસર થાય, એટલે તેણે વાતને ત્યાં જ ખતમ કરી.

આ મુદ્દે દિયાએ માત્ર એટલું જ કહ્યું, “હું માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે, આવા મુદ્દાઓને પરિપક્વતા સાથે હેન્ડલ કરવા જોઇએ.” જોકે, રોહિતે તો આખી વાત સ્વીકારવાની જ ના પાડી દીધી અને કહ્યું કે, દરેક સેટ પર અણસમજણ ઊભી થતી જ હોય છે, પરંતુ આ સત્ય નથી કે, મેં ચૂંટણી ખણી હતી. કોઇએ મને માફી માગવાનું નથી કહ્યું અને જો દિયાને દુ:ખ લાગ્યું તો તે મને કહે. આવી કોઇ વાત જ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *