Friday, July 19, 2024
Google search engine
HomeNational20-20 વર્ષથી ભાજપના આ દિગ્ગજે અન્નનો એક દાણો નહોતો ખાધો, કારણ છે...

20-20 વર્ષથી ભાજપના આ દિગ્ગજે અન્નનો એક દાણો નહોતો ખાધો, કારણ છે કંઈક તદ્દન અલગ જ!

ઈન્દોરઃ CAA અને NRC મામલે બંગાળની સિંહણ ગણાતી મમતા બેનર્જીને ચેલેન્જ કરનાર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય છેલ્લા 20 વર્ષથી એક જ્યોતિષીય સમસ્યાના નિવારણ માટે અન્નથી દૂર હતા, જે હતી પિતૃદોષ. હાલ તેમને આ દોષમાંથી મુક્તિ મળી ગઇ છે. આ દોષને કારણે વિજયવર્ગીયે 20 વર્ષથી અન્ન ત્યાગ કર્યો હતો. દોષ દૂર થતા તેમણે ધર્માચાર્યોની હાજરીમાં અન્ન ગ્રહણ કર્યું હતું. બાંગ્લાદેશી ઘુસણખોરી મામલે વિજયવર્ગીયનું પૌંઆવાળું નિવેદન ખૂબ જ વિવાદમાં આવ્યું હતું, જેમાં વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે તેમણે પૌંઆ ખાવાની રીતથી બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરી હતી.

આ વાત વર્ષ 2000ની છે. કૈલાશ વિજયવર્ગીય ત્યારે ઇન્દોરના મેયર બન્યા હતા. એ સમયે તેમણે જણાવ્યું હતું કે ઇન્દોર પર પિતૃ દોષ છે, જેના ઉપાયમાં જણાવવામાં આવ્યું કે જો ઇન્દોરની પ્રગતિ કરવી હોય તો પિતૃ પર્વત પર હનુમાનજીની પ્રતિમા સ્થાપવી પડશે. ત્યારે વિજયવર્ગીયે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી વિશ્વની સૌથી ઉંચી હનુમાનજીની પ્રતિમા સ્થાપવામાં ના આવે ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે.

હવે ઇન્દોર નજીક પિતૃ પર્વત પર હનુમાનજીની પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ તકે વિજયવર્ગીયે સંકલ્પ પૂર્ણ કરી અન્ન ગ્રહણ કર્યું હતું. વિજયવર્ગીયે ગુરુ શરણાનંદજીના આશીર્વાદથી સંકલ્પ પૂર્ણ કરી અન્ન ગ્રહણ કર્યું.

ઇન્દોરના પિતૃ પર્વત પર 72 ફૂટ ઉંચી 108 ટન વજનની અષ્ટધાતુની હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.

આ મૂર્તિના નિર્માણ પર અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મહામંડલેશ્વર જુના અખાડાના પીઠાધીશ્વર અવધેશાનંદ ગીરી મહારાજ, સંત મોરારિ બાપુ અને વૃંદાવનથી મહામંડલેશ્વર ગુરુશરણાનંદજી મહારાજ હાજર હતા.

આ દરમિયાન કૈલાશ વિજયવર્ગીયની પત્ની આશાએ સાબુદાણા વગેરે સામગ્રીથી બનેલું ભોજન બનાવ્યું હતું. આ બે દશકોમાં આ પર્વત પર એક લાખ વૃક્ષો પણ રોપવામાં આવ્યા, જે હાલ જંગલનું સ્વરૂપ લઇ ચૂક્યા છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. Posting yang luar biasa! 🌟 Apakah penulis dari blog ini mendapatkan penghasilan? Saya ingin mendaftar! Atau di mana saya bisa meninggalkan email saya untuk menerima postingan langsung?

  2. ww88bet ?? t?o nên m?t cau chúc bu?i sáng y ngh?a và ??y c?m xúc, chúng ta c?n l?a ch?n nh?ng t? ng? thích h?p. ??u tiên, h?y b?t ??u v?i m?t l?i chào t?t ??p nh? “Chào bu?i sáng

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments