Thursday, April 11, 2024
Google search engine
HomeReligion13 જૂને ભીમ અગિયારસ, આ દિવસે ભૂલથી પણ આમ કર્યું તો ઘરમાં...

13 જૂને ભીમ અગિયારસ, આ દિવસે ભૂલથી પણ આમ કર્યું તો ઘરમાં નહીં ટકે લક્ષ્મી

અમદાવાદઃ જેઠ માસના અજવાળિયામાં આવતી અગિયારસને ભીમ અગિયારસ અથવા તો નિર્જલા અગિયારસ કહેવામાં આવે છે. વર્ષમાં આવતી 24 અગિયારસમાં આ સૌથી શ્રેષ્ઠ અગિયારસ છે. આ દિવસે પાણી તથા અન્નનો ત્યાગ કરીને ઉપવાસ કરવાનો હોય છે. ઉપવાસમાં શેષનાગ પર સૂતા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. જોકે, આ ઉપવાસમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો ધ્યાન ના રાખવામાં આવે તો નાનકડી ભૂલનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.

આ 10 બાબતોનું ધ્યાન રાખવું

1. 13 જૂને ભીમ અગિયારસ છે.આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. બ્રહ્મ મુહુર્ત બાદ પાણી પીવું નહીં. આ બાબત ત્યાગની ભાવના દર્શાવે છે.
2. ઈશ્વરનો આભાર માનવા માટે અન્નનો દાણો પણ લેવો નહીં. કારણ કે એક વગર અન્ન લીધા વગર તમે જરૂરિયાતમંદને મદદ કરી શકો છે.
3. આ દિવસે મનને શુદ્ધ રાખવું. બીજાની બુરાઈઓ કરવી નહીં. જો બીજાની નિંદા કરવામાં આવશે તો વ્રતનું ફળ મળશે નહીં.
4. પોતાનાથી મોટાઓનું અપમાન કરવું નહીં. કોઈ વૃદ્ધ કે અશક્ત વ્યક્તિને અપશબ્દો કહેવા નહીં. તેમ કરવાથી તે વ્યક્તિનું દુર્ભાગ્ય તમારી પર આવી શકે છે.
5. અગિયારસના દિવસે ભાત ખાવા જોઈએ નહીં અને ઘરમાં પણ બનાવવા જોઈએ નહીં. જો ભાત ખાવામાં આવે તો સર્પ યોનિમાં જન્મ થાય તેવી માન્યતા છે.
6. ચોખા સાથે અન્ય એક માન્યતા પણ જોડાયેલી છે કે ભાતનો સંબંધ જળ સાથે છે. જળ ચંદ્રમા સાથે પ્રેરિત છે. એકાદશીએ ભાત ખાવાથી પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયોનો મન પર અધિકાર રહેતો નથી.
7. એકાદશીના દિવસે ભૂખ્યા-તરસ્યા રહેવાથી શાસ્ત્રોમાં અનેક મહત્ત્વપૂર્ણ કારણો જણાવવામાં આવ્યા છે. આ દિવસે શરીરમાં પાણીની માત્રા જેટલી ઓછી હશે, વ્રત પૂર્ણ કરવામાં એટલી જ વધુ સાત્વિક્તા રહેશે.
8. મહાભારત કાળમાં વેદનો વિસ્તાર કરનાર ભગવાન વ્યાસે પાંડ પુત્ર ભીમને નિર્જળા ઉપવાસ રાખવાનું કહ્યું હતું. આ વ્રત કોઈ પણ સ્ત્રી-પુરુષ રાખી શકે છે.
9. એકાદશીમાં સાફ-સફાઈનું ઘણું જ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે ઘરમાં કચરો ના થવા દો. આમ થવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે નહીં.
10. આ ઉપવાસમાં દિવસે ઊંઘશો નહીં. કારણ કે દિવસે વિષ્ણુની પૂજા થાય છે અને તેઓ શયનાસન અવસ્થામાં હોય છે. આ રીતે જો આપણે સૂઈ જઈએ તો વિષ્ણુનું અપમાન થાય છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this casino website and won a significant amount of money. However, afterward, my mom fell seriously sick, and I wanted to cash out some funds from my wallet. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I kindly request your support in addressing this situation with the site. Please aid me in seeking justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page