Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightસમી: દવાખાનામાં મહિલાઓ સાથે જબરજસ્તીથી મજા માણનાર ડોક્ટરને છે લક્ઝુરિયસ બંગલો

સમી: દવાખાનામાં મહિલાઓ સાથે જબરજસ્તીથી મજા માણનાર ડોક્ટરને છે લક્ઝુરિયસ બંગલો

પાટણ: પાટણ જિલ્લાના સમીના દવાખાનામાં લંપટ ડોક્ટર અને તેના પુત્રની સેક્સ લીલાનો ભાંડો ફૂટી ગયા બાદ રવિવારે પોલીસ, એફએસએલ અને આરોગ્ય વિભાગની ટીમે દવાખાનાની તપાસ કરી હતી. દવાખાનામાંથી કોન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવા સ્પ્રે ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી હતી.

આ ઉપરાંત ડોક્ટરના પુત્ર કિશન મોદી નામનું એક સર્ટી પણ મળી આવ્યું છે. ત્યારે દવાખાનામાં સીસીટીવી કેમેરા ન હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે ડોક્ટર તેના પુત્રનો દુષ્કર્મ કરતો વાયરલ થયેલો વીડિયો મોબાઈલથી ઉતારવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ વીડિયો કોણે ઉતાર્યો અને કંઈ રીતે ઉતાર્યો તે હજી સસ્પેન્સ છે પોલીસ તપાસમાં હજુ આ રહસ્ય ખૂલ્યું નથી.

મહેસાણાનો રહેવાસી અને સમીમાં દવાખાનું ચાલવતો તબીબ મહેન્દ્ર મોદી અને તેના પુત્રએ મહિલાઓની મજબૂરીઓનો લાભ ઉઠાવી જાતિય શોષણની સાથો સાથ મનભરીને આર્થિક શોષણ પણ કર્યું છે. સારવાર અર્થે આવતી મહિલાઓને ભરમાવી હજારો રૂપિયા પડાવી ગર્ભપાત કરવાની ઉઘાડી લૂંટ કરી મહેસાણાના રાધનપુર રોડ ઉપર શિવગંગા ગ્રીન્સ-વિભાગ-2માં કરોડોની કિંમતનો બંગલો અને લક્ઝુરીયસ કાર વસાવી જીંદગી જીવી રહ્યો હતો પરંતું હવે તેના પાપનો ભાંડો ફૂટતાં બાપ-દિકરો બંન્ને જેલ હવાલે થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page