શરીર પર જામેલા ચરબીના થર ઉતારવા છે? તો રોજ સવારે પીઓ આ પાણી, થશો એકદમ પાતળા

Featured Recipe

અમદાવાદઃ વાત જ્યારે પણ વજન ઘટાડવાની હોય ત્યારે અનેક લોકો એ વાત પર પણ ધ્યાન આપતા હોય છે કે તેઓ શું ખાઈ રહ્યાં છે. જો તમે પણ વજન ઘટાડવા માટે ડાયટ લેતા હોવ તો યાદ રાખો કે સ્વસ્થ રીતે વજન ઓછું કરવામાં સમય લાગી શકે છે. એ વાત પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જો તમે વર્ક લાઈફમાં બેલેન્સ બનાવવામાં સક્ષમ નહીં હોવ અને લાંબા સમય સુધી ખુરશી પર બેસશો તો વજન વધી શકે છે. એ વાત સમજવી જરૂરી છે કે તમારા દ્વારા ઉઠાવવામાં આવેલું એક નાની અમથી સારી બાબત જીવનશૈલીમાં ઘણું જ મોટું યોગદાન આપે છે. વજન ઘટાડવા તમારે જીવનમાં થોડા ફેરફાર કરવા જરૂરી છે. શરીર પરની ચરબીના થર ઉતારવામાં આ બાબતો તમને મદદ કરશે. આજે અમે એવો જ નાનકડો ઉપયોગ બતાવીશું, જે વજન ઉતારવામાં મદદ કરશે.

આદુનું પાણી : આદુ સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. એક કપ આદુની ચા તથા પાણી તમારી તબિયતને સારી કરવામાં મદદ કરી શકે છે. જો તમે કેલરીના ડરથી મનગમતું ફૂડ નથી ખાઈ શકતા તો તમે ડેઈલી રૂટીનમાં એક કપ આદુનું પાણી પીવો. શરદી-ખાસીમાં તથા પાચનક્રિયામાં આદુ ઘણું જ ફાયદાકારક છે. આદુમાં શોગોલ તથા જિંજરોલ નામનું તત્વ હોય છે. જ્યારે તમે આદુ ખાવ ત્યારે બંને તત્વો જૈવિક ગતિવિધિઓને તેજ કરે છે. આદુના એન્ટીઓક્સિડેન્ટ ગુણ મુક્ત કણથી લડે છે અને સોજાને રોકે છે.

લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે : રિસર્ચમાં સામે આવ્યું છે કે વધુ વજન ધરાવતા લોકો આદુવાળું પાણી પીવે તો લાંબા સમય સુધી પેટ ભરેલું છે, તેમ લાગે છે. જેને કારણે ભૂખ લાગતી નથી. આટલું જ નહીં આદુના સેવનથી બીપી કંટ્રોલમાં રહે છે.

પચવામાં સરળતા રહે : સવારે ઊઠીને આદુવાળું પાણી પીવાથી તમારી મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને પાચનતંત્ર સારું રહે છે.

આ વાત યાદ રાખો : યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના મતે, પુખ્તવયના લોકોએ દિવસમાં ચાર ગ્રામથી વધુ આદુ ખાવું જોઈએ નહીં. બે વર્ષ સુધીના બાળકોને આદુ ના આપવું. આ ઉપરાંત પ્રેગ્નન્ટ મહિલાઓએ પ્રતિ દિવસ 1 ગ્રામથી વધુ આદુ લેવું જોઈએ નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *