Monday, April 15, 2024
Google search engine
HomeNationalડરામણી તસવીરઃ પહેલી જ વાર મુંબઈ આવેલી મલેશિયન મહિલા પાણીમાં ફસાઈ ગઈ

ડરામણી તસવીરઃ પહેલી જ વાર મુંબઈ આવેલી મલેશિયન મહિલા પાણીમાં ફસાઈ ગઈ

મુંબઈઃ શુક્રવાર (28 જૂન)ના રોજ મુંબઈમાં સિઝનનો પહેલો વરસાદ થયો હતો. જોકે, પહેલો જ વરસાદ મુંબઈગરા માટે મુસીબત બની ગયો હતો. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. આ દરમિયાન મુંબઈના જાણીતા મિલાન સબવે પર એવું કંઈક થયું કે ત્યાં હાજર દરેક લોકો નવાઈમાં મૂકાઈ ગયા હતાં. અહીંયા એટલું પાણી ભરાઈ ગયું હતું કે એક મહિલા ફસાઈ ગઈ હતી. મહિલાને પાણીમાંથી કાઢવા માટે સ્થાનિક લોકોએ મદદ કરી હતી.

પહેલી જ વાર આવી હતી મુંબઈઃ
મિલાન સબવે પાસે પાણી ભરાઈ જતા એક મહિલા ફસાઈ ગઈ હતી. આ મહિલા મલેશિયાની છે અને તે પહેલી જ વાર મુંબઈ આવી હતી. જોકે, તેના માટે ભારતની પહેલી સફર યાદગાર રહી નહીં. ઉલ્લેખનીય છે કે મુંબઈના અંધેરી, વર્સોવા, નરિમન પોઈન્ટ, પાલઘર સહિતના વિસ્તારોમાં પાણીને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગામી બે દિવસમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page