દુલ્હનની એન્ટ્રી અંગે જમાનો ઘણો બદલાઈ ગયો છે. હવે દુલ્હનો ડોલીમાં નહીં, પણ બાઇક પર એન્ટ્રી કરવા લાગી છે. કેટલીક દુલ્હનો ફ્રેન્ડ સાથે નાચતાં-ગાતાં વેડિંગ વેન્યૂ પર ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે. તો કેટલીક દુલ્હન કાર ચલાવીને એન્ટ્રી કરે છે અને કેટલીક બાઇક પર ધમાકેદાર એન્ટ્રી કરે છે. આવો જ એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
જો તમે એવું વિચારતાં હોવ કે છોકરીઓને માત્ર બાઇકની પાછળની સીટ પર જ મજા આવે છે તો તમે ખોટું વિચારો છો. ઘણી એવી છોકરીઓ છે જે ખુદ બાઇક ચલાવવાનું પસંદ કરે છે. હાલમાં જ Witty Wedding નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક છોકરી બાઇક ચલાવી રહી છે અને પાછળ બેઠેલી બીજી છોકરી આ બાઇક રાઇડની ભરપૂર મજા માણી રહી છે.
આ વાઇરલ વીડિયોમાં બાઇક પર બે છોકરીઓ જોવા મળી રહી છે. બંનેએ લહેંગો અને ભારે ઘરણાં પહેર્યા છે. બંને ફ્રેન્ડ ખૂબ જ મસ્તીથી બાઇક રાઇડની મજા લઈને વેન્યૂ સુધી પહોંચી રહી છે. આ પેજ પર માત્ર લગ્ન અને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વિધિનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે. કે, આ બંને ફ્રેન્ડ પણ લગ્નની વિધિ માટે જઈ રહી છે.
સોશિયલ મીડિયામાં શેર કરાયેલા આ વીડિયોને અત્યારસુધી 17 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો પર ફીમેલ યૂઝર્સની કોમેન્ટ જોઈને લાગી રહ્યું છે કે, તેમને ન માત્ર આ છોકરીઓનો અંદાજ પસંદ આવી રહ્યો છે, પણ તે ખુદ પણ પોતાના લગ્નમાં આવી જ એન્ટ્રી કરવા માગે છે.