Friday, April 12, 2024
Google search engine
HomeNationalઆખરે કેમ અહીંયા પ્રેગ્નન્ટ મહિલાઓથી ડરી રહ્યા છે લોકો, મફતમાં અપાઈ રહ્યા...

આખરે કેમ અહીંયા પ્રેગ્નન્ટ મહિલાઓથી ડરી રહ્યા છે લોકો, મફતમાં અપાઈ રહ્યા છે કોન્ડોમ

પૂનાઃ કોરોનાની વચ્ચે પૂનાના 75 ગામમાં ઝીકા વાઇરસનું જોખમ વધ્યું છે. તંત્રે આ ગામમાં વેક્સિનેશન ઝડપથી કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન પુનાના બેલસર ગામમાં ઝીકા વાઇરસનું જોખમ ઓછું કરવા માટે અલગ જ કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે.

પંચાયતે ગામની મહિલાઓને ચાર મહિના સુધી પ્રેગ્નન્સીથી દૂર રહેવાની સલાહ આપી છે. આથી સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે જઈને કાઉન્સિલિંગ કરે છે. આ સાથે જ પુરુષોને ફ્રીમાં કોન્ડોમ આપે છે. મહારાષ્ટ્રમાં ઝીકા વાઇરલનો પહેલો કેસ જુલાઈમાં બેલસર ગામમાં જ મળ્યો હતો. પંચાયતના ઉપસરપંચ ધીરજ જગતાપે કહ્યું હતું કે ઝીકા વાઇરસનું સૌથી વધુ જોખમ પ્રેગ્નન્ટ મહિલાઓને હોય છે. ઝીકા વાઇરસને કારણે ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર પડે છે. તેના મગજ પર અસર થાય છે. આથી મહિલાઓને આગામી ચાર મહિના સુધી પ્રેગ્નન્ટ ના થવાની સલાહ આપવામાં આવી છે.

પુરુષના સ્પર્મમાંથી ઝીકા વાઇરસ ટ્રાન્સફર થઈ શકે છેઃ ગામની 55 વર્ષીય એક મહિલાને ઝીકા વાઇરસ થયો હતો. બેલસર ગામમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની ટીમે આવીને તપાસ કરી હતી. ઉપસરપંચ ધીરજ જગતાપે કહ્યું હતું કે પુરુષોના સ્પર્મથી ઝીકા વાઇરસ ફેલાતો હોવાને કારણે ગામે આ નિર્ણય લીધો છે. સુરક્ષિત યૌન સંબંધ બનાવવાને કારણે મહિલાઓને ચેપ લાગશે નહીં. પંચાયતના મતે, હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ આ રીતને કારગર ગણાવી છે.

માનસિક રીતે બાળકોને બીમાર કરી શકે છેઃ ગામના લોકોની તપાસ કરનાર ડો. ભરત શિતોલેએ કહ્યું હતું કે ઝીકા એન્ડીઝ એજિપ્ટી મચ્છરથી ફેલાય છે. ગર્ભવતી મહિલાઓને ઝીકા થવાનું જોખમ વધારે છે. પુરુષના સ્પર્મમાં રહેલો વાઇરસ ચાર મહિના સુધી જીવિત રહે છે.

ઝીકા વાઇરસ બાળકના મગજનો વિકાસ અટકાવી દે છે. ત્યાં સુધી કે પ્રિ મેચ્યોર ડિલિવરી પણ થઈ શકે છે. આથી સાવચેતી રાખવી જરૂરી છે. આથી સ્વાસ્થ્ય વિભાગ તરફથી ગામના લોકોને ચાર મહિના સુધી પ્રેગ્નન્ટ ના થવાનું કહેવામાં આવ્યું છે અને પ્રેગ્નન્સી અટકાવવાના ઉપાયો અજમાવવાનું કહ્યું છે. આથી જ ગામના લોકોને કોન્ડોમ વહેંચવામાં આવી રહ્યા છે.

1940માં પહેલો કેસ આવ્યો હતોઃ ઝીકાનો પહેલો કેસ 1940માં યુગાન્ડામાં મળ્યો હતો અને પછી ઝડપથી આફ્રિકામાં ફેલાઈ ગયો હતો. દક્ષિણ પ્રશાંત તથા એશિયાના કેટલાંક દેશમા ટ્રાન્સમિટ થઈને લેટિન અમેરિકા સુધી પહોચ્યો હતો. બ્રાઝીલમાં કાળો કેર વર્તાવ્યો હતો. 2014માં ફૂટબોલ વર્લડ્કપ દરમિયાન એશિયા તથા દક્ષિણ પ્રશાંત તરફથી ઝીકા વાઇરસ હોવાનો દાવો કેટલાંક એક્સપર્ટ કર્યો છે. જોકે, આ દાવાની હજી સુધી પુષ્ટિ થઈ નથી.

ઝીકા વાઇરસના લક્ષણોઃ પીળિયો, ડેન્ગ્યૂ તથા ચિકન ગુનિયા જેવી બીમારી ફેલાવનારા મચ્છરથી જ ઝીકા થાય છે. ઝીકા ચેપગ્રસ્ત માતામાંથી બાળકમાં ફેલાય છે. આ વાઇરસ બ્લડ ટ્રાન્સફ્યૂઝન તથા યૌન સંબંધથી ફેલાય છે. ઝીકાને શરૂઆતમાં ઓળખવો મુશ્કેલ છે, કારણ કે શરૂઆતના લક્ષણોથી ઝીકા વાઇરસ પકડાતો નથી. કહેવાય છે કે 3થી 12 દિવસની અંદર ચારમાંથી ત્રણ વ્યક્તિઓને તાવ, રેશિસ, માથામાં દુખાવો, સાંધામાં દુખાવો, આંખો લાલ થવી જેવા લક્ષણો છે.

ઝીકા વાઇરસથી બચવાના ત્રણ ઉપાયોઃ 1. મચ્છરજાળીમાં સૂવાનું રાખો, મોસ્કીટો રિપલેન્ટનો પ્રયોગ કરો. 2. તાવ-શરદીને હળવામાં ના લો. 3 સ્કીન પર ચકતા દેખાય તો અલર્ટ થઈ જાવ.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this casino platform and won a significant sum of money, but later, my mom fell ill, and I wanted to cash out some earnings from my casino account. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the online casino. I request for your assistance in bringing attention to this website. Please assist me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I engaged on this online casino site and succeeded a considerable sum of money, but later, my mom fell sick, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to the online casino. I plead for your help in bringing attention to this site. Please help me to obtain justice, so that others do not undergo the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page