Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Bottomઆખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સુપડાં સાફ, ભાજપના ઉમેદવારોને કેટલા મત મળ્યાં?

આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સુપડાં સાફ, ભાજપના ઉમેદવારોને કેટલા મત મળ્યાં?

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો અને કચ્છની એક બેઠક પર કોંગ્રેસના સુપડાં સાફ ગયા છે. જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે અમરેલી બેઠક પર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યા હતાં જોકે જેમ જેમ મતગણતરી થતી ગઈ તેમ તેમ ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયાની લીડ વધતી ગઈ હતી.

– અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયાની 2,00,791 લાખ મતોથી જીત થઈ છે.
– સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરાની 2,64,008 લાખ મતોથી વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલને 3,38,129 લાખ મત મળ્યાં છે.
– ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળનો વિજય થયો હતો. ભારતીબેન શિયાળને 6,55,272 લાખ મત મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલને 3,29,131 લાખ મત મળ્યાં છે.
– જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાની જીત થઈ છે. તેમને 5,47,952 લાખ મત મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈ વંશને 3,97,767 લાખ મત મળ્યાં છે.
– રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો 5 લાખ મતોથી વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 3 લાખ મત મળ્યાં છે. મોહન કુંડારિયાને સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ મત મળ્યાં છે.
– જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો 1 લાખ મતોથી વિજય થયો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મૂળુ કંડોરિયાને 2 લાખ મત મળ્યા હતાં.
– પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકને 5,59,575 લાખ મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને 3,31,318 લાખ મત મળ્યાં હતાં. ભાજપના ઉમેદવારનો 2 લાખ મતથી વિજય થયો હતો.
– કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો 3,05,513 લાખ મતોથી વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને 3,31,521 લાખ મતો મળ્યાં છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page