Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightસંગીત સેરેમનીથી લઈને રિસેપ્શન સુધી, જુઓ રવિન્દ્ર જાડેજાના રોયલ વેડિંગની તસવીરો

સંગીત સેરેમનીથી લઈને રિસેપ્શન સુધી, જુઓ રવિન્દ્ર જાડેજાના રોયલ વેડિંગની તસવીરો

One Gujarat, Rajkot: ક્રિકેટ જગતમાં હાલ ગુજરાતી ખેલાડીઓનો દબદબો છે. તેમાં ‘બાપુ’ તરીકે ફેમસ રવિન્દ્ર જાડેજાનો જલવો જ અલગ છે. દમદાર બેટિંગ, શાનદાર બોલિંગ અને જબરદસ્ત ફિલ્ડિંગથી જાડેજાએ ફેન્સના દીલમાં અલગ જ સ્થાન બનાવ્યું છે. જાડેજાએ આજથી પાંચ વર્ષ પહેલાં આજના દિવસે રીવાબા સોલંકી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રવિન્દ્ર અને રીવાબાએ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. તો આવો નજર કરીએ સંગીત સેરેમનીથી લઈને રિસેપ્શન સુધીની તસવીરો પર…

રવીન્દ્ર જાડેજાના લગ્નનો જલ્સો 3 દિવસ ચાલ્યો હતો. જેમાં સૌ પહેલાં રવિન્દ્રના મૂળ ગામ હાડાટોડામાં પાર્ટી બાદમાં રાજકોટમાં લગ્નવિધી ત્યાર બાદ રાજકોટમાં રિસેપ્શન-ભોજન સમારોહ યોજાયો હતો.

રવિન્દ્ર અને રીવાબાના લગ્ન રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલમાં ખૂબ જ લેવિસ સ્ટાઈલમાં યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રવિન્દ્ર રજવાડી પોશાકમાં ઘોડી પર ચડીને જાન લઈને આવ્યા હતા. જેમાં જાનૈયાઓ મન મૂકીને નાચ્યા હતા.

રવિન્દ્ર રજવાડી પોશાકમાં ઘોડી પર ચડીને જાન લઈને આવ્યા હતા. જેમાં જાનૈયાઓ મન મૂકીને નાચ્યા હતા. જાડેજાએ ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. જ્યારે દુલ્હન રીવાબા મરૂન કલરના પોષાકમાં જોવા મળ્યા હતા.

ફેરા ફરતી વખતે રવિન્દ્ર અને રીવાબા હળવા મૂડમાં જોવા મળ્યા હતા. પરંપરાગત વિધિથી ફેરા ફર્યા હતા. લગ્ન મંડપ નીચે જ નવદંપતીએ મહેમાનો સાથે ફોટો પડાવ્યા હતા. જેમાં બંનેના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

વિદાઈ સમયે રીવાબા ખૂબ જ ભાવુક થઈને રડી પડ્યા હતા. દીકરીને વળાવતી વખતે રીવાબાના માતા-પિતા પણ ખૂબ રડ્યા હતા.

રીવાબાની વિદાઈ ઓડી કારમાં થઈ હતી. 95 લાખ રૂપિયાની કિંમતની આ ઑડી કાર રવિન્દ્રને તેમના સસરાએ ગિફ્ટમાં આપી હતી.

લગ્નના બીજા દિવસે 18 એપ્રિલ, 2016ના રોજ રીવાબા તરફથી રિસેપ્શન યોજાયું હતું. જેમાં મહેમાનોને 30થી વધુ વાનગીઓ પીરસવામાં આવી હતી.

રિસેપ્શનમાં નવાબી દમ બિરયાની, પંચરત્ન હલવો, દાલ મખની, પનીર રોલર મખની, જોધપૂરી મિર્ચી વડા, નરગિસ કોફ્તા, રોઝ કુલ્ફી અને મટર કાજૂની રેસિપિની મહેમાનોએ લહેજત માણી હતી. રિસેપ્શનની શરૂઆતમાં નવદપંતીએ હોટેલમાં એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

લગ્ન અગાઉ સંગીત સંધ્યામાં રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ કપલ ડાન્સ કર્યો હતો. તેમજ જાડેજા પરિવારે રજવાડી ઠાઠ સાથે તલવાર ફેરવી હતી, જેમાં રૂપિયાનો વરસાદ થયો હતો. જાડેજાની સંગીત સંધ્યામાં અદિતી પોલ અને ઐશ્વર્યા નિગમ દ્વારા પરફોર્મન્સ યોજવામાં આવ્યું હતું.

રવિન્દ્ર અને રીવાબાના અરેન્જ મેરેજ હતા. રવિન્દ્ર જાડેજાના બહેને રીવાબાની તસવીર મોકલાવી હતી. તસવીર જોતા જ રવિન્દ્રને રીવાબા ગમી ગયા હતા. બાદમાં બંને વચ્ચે મુલાકાત ગોઠવાઈ હતી. પરિવારની સંમતિથી બંનેના લગ્ન નક્કી થયા હતા.

રીવા જાડેજાના જીવનમાં આવતા જ રવિન્દ્રનું નસીબ બદલાઇ ગયુ હતું. ક્રિકેટમાં શાનદાર પ્રર્ફોર્મન્સથી ટીમ ઈન્ડિયામાં કાયમી સ્થાન મેળવ્યું હતું. એટલું જ નહીં ICCના ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર પણ બન્યા હતા.

રીવાની વાત કરીએ તો તેમણે દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેમનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા.

લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબા પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે.

રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટમાં રહે છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.

રીવાબા અને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ 7 જુન 2017ના રોજ નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. જન્મના છઠ્ઠા દિવસે નિધ્યાનાબાનો છઠ્ઠીનો પ્રસંગ યોજાયો હતો.

રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેનું નેચર ડાઉન ટુ અર્થ છે.

(સૌજન્ય – shaadiwish.com/)

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of discovery and let your mind roam! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. I engaged on this online casino site and managed a considerable amount, but later, my mother fell ill, and I needed to withdraw some funds from my account. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to such casino site. I request for your support in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page