‘અનુપમા’ મુંબઈના આ પોશ એરિયાના 2BHK ફ્લેટમાં રહે છે, કિંમત છે કરોડોમાં

Bollywood Featured

One Gujarat, Mumbai: ‘અનુપમા’ ફૅમ રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલી ગાંગુલીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તે પોતાના મુંબઈના ઘરથી દૂર આરામ નગર સ્થિત કોટેજમાં આવી ગઈ છે. અહીંયા તે પોતાના ડોગ્સ સાથે આઈસોલેશનમાં રહેશે. જોકે, રૂપાલી ગાંગુલીના ચાહકોને એ જાણવામાં રસ હશે કે આખરે તે મુંબઈમાં ક્યા રહે છે?

પતિ સાથે રહે છે અહીંયાઃ રૂપાલી ગાંગુલી મુંબઈના વર્સોવામાં રહે છે. વર્સોવા મુંબઈના પોશ એરિયામાંથી એક છે. રૂપાલીએ બિઝનેસમેન અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા છે. તેમને છ વર્ષનો દીકરો રૂદ્રાક્ષ છે.

2BHK ફ્લેટમાં રહે છેઃ રૂપાલી ગાંગુલી પતિ, દીકરા, સાસુ તથા ડોગ્સ સાથે વર્સોવામાં આવેલી બિનાકા બિલ્ડિંગમાં રહે છે.

લગ્ન પહેલાં સાઉથ મુંબઈમાં રહેતી હતીઃ 2013માં અશ્વિન સાથે લગ્ન કર્યા તે પહેલાં રૂપાલી પોતાના પિતા અનિલ ગાંગુલી તથા માતા રજની ગાગુલી સાથે સાઉથ મુંબઈમાં રહેતી હતી. તેના પિતા જાણીતા ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર હતા.

ક્યારેય નાણાકીય તકલીફનો સામનો કર્યો નથીઃ રૂપાલીએ પોતાના જીવનમાં ક્યારેય નાણાકીય તંગીનો સામનો કર્યો નથી. તેના પિતા તથા પતિ પહેલેથી પૈસાદાર હતા.

આખા દિવસની નોકરાણીઃ અનુપમાએ બિઝનેસમેન અશ્વિન સાથે લગ્ન કર્યાં છે. અશ્વિન લગ્ન બાદ અમેરિકામાં કામ કરતો હતો. જ્યારે રૂપાલી સાસુ સાથે ભારતમાં જ રહેતી હતી. અહીંયા તે વર્સોવા સ્થિત બિનાકા ફ્લેટમાં રહેતી હતી. રૂપાલીના ઘરે આખા દિવસની નોકરાણી છે. તે રૂપાલીના ફ્લેટમાં જ રહે છે.

ઘરની કિંમત છે ચાર કરોડ રૂપિયાઃ 2BHK ફ્લેટની કિંમત અંદાજે 4 કરોડ હોવાનું ચર્ચાય છે. રૂપાલીના ઘરની આજુબાજુમાં કાફે, જીમ, સ્ટૂડિયો વહેરે જેવી સુવિધા છે. આટલું જ નહીં આ બિલ્ડિંગની આસપાસ ઘણી જ હરિયાળી છે. આટલું ઓછું હોય તેમ મુંબઈના સૌથી શાંત વિસ્તારમાંથી એક આ વિસ્તાર છે.

બિલ્ડિંગના ગાર્ડનમાં ચાલવા જતીઃ કોરોના પહેલાં રૂપાલી ગાંગુલા સવારે અથવા સાંજે ગાર્ડનમાં ચાલવા આવતી હતી. આટલું જ નહીં તે દીકરા સાથે ગાર્ડનમાં રમતી પણ હતી. જોકે, કોવિડને કારણે રૂપાલી હવે ગાર્ડનમાં આવતી નથી. રૂપાલી કોવિડ 19ને કારણે શૂટિંગ માટે જ ઘરની બહાર નીકળે છે. બાકી તે મોટાભાગનો સમય પોતાના ઘરમાં જ પસાર કરતી હોય છે.

રૂપાલીના સાસુ 88 વર્ષનાઃ રુપાલી ગાંગુલીના સાસુમા 88 વર્ષના છે. રૂપાલીને સસરા કે પિતા નથી. તેની માતાની ઉંમર પણ 70 વર્ષથી વધુ છે. જોકે, રૂપાલી ગાંગુલીને તેની માતા દર અઠવાડિયે મળવા આવે છે.

લૉકડાઉનમાં જાનવરોનું ઘણું જ ધ્યાન રાખ્યું: એક ઈન્ટરવ્યૂમાં રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે લૉકડાઉનમાં તે મેનકા ગાંધી (એનિમલ રાઈટ એક્ટિવિસ્ટ)ની સ્પેશિયલ પરમિશન લઈને ફિલ્મસિટીના જાનવરોને ભોજન કરાવવા જતી હતી. તેને અહીંયા સાતથી આઠ કલાક જેટલો સમય લાગતો.

નોકરોને રહેવા માટે ઓફિસ આપી હતીઃ લૉકડાઉનમાં જ્યાં ચારે બાજુ ભયનો માહોલ હતો ત્યારે રૂપાલીએ પોતાના નોકરોને પોતાની ઓફિસ આપી દીધી હતી. રૂપાલીએ કહ્યું હતું કે એક તરફ જ્યાં લોકોના ઘરમાં નોકર આવતા નહોતા તો તેની સાથે તેના નોકરો પણ રહેતા હતા. તેની ઓફિસમાં પણ ઘણાં લોકો રહેતા હતા. તેમને બેઝિક વસ્તુઓનો સામાન જેમ કે દાળ, ચોખા, સાબુ તથા કપડાંની વ્યવસ્થા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *