અચાનક એક રાતે આખું શહરે થઈ ગયું ખાલી, ભૂલથી પણ આ ગામમાં મૂકો પગ તો મળે છે જેલની સજા

International

ઘણીવાર આપણે ફિલ્મોમાં જોયુ છે, એક ભૂતિયા ઘર અથવા હવેલી જ્યાં લોકો જવાથી ડરે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં એક એવી જગ્યા છે જ્યાં 45 વર્ષથી ડરને કારણે લોકો ગયા નથી. આ કોઈ હવેલી અથવા ઘર નથી, પરંતુ આખું શહેર છે. હા, સાઈપ્રસનું વરોશા શહેર એ વિશ્વનું સૌથી મોટું ભૂતિયા શહેર છે. તો ચાલો આપણે જાણીએ કે અહીં આખરે કેમ રાતોરાત લોકોએ પોતાનાં ઘર છોડીને જવુ પડ્યું અને 45 વર્ષથી અહીં કોઈ પક્ષી પણ દેખાયુ નથી.

આઇસલેન્ડમાં સાઈપ્રસ વરોશા શહેર એક સમયે પર્યટન માટે જાણીતું હતું, પરંતુ હવે તે વિશ્વનું સૌથી મોટું ભૂતિયા શહેર બની ગયુ છે. એવું શહેર જ્યાં લોકો જવાથી પણ શરમાય છે.

આ ફોટાને જોઈને તમે અંદાજ લગાવી શકો છોકે, એક સમયે આ શહેર કેટલું ખીલેલું રહેતું હતુ. અહીં હોટલ, સ્કૂલ, હોસ્પિટલ, રેસિડેન્શિયલ બિલ્ડીંગ, બાર અને રેસ્ટોરેંટ જેવી સારી સુવિધાઓ હતી. પરંતુ હવે અહીંયા બધુ જ વીરાન પડેલું છે.

દરિયા કિનારે આવેલા શહેરમાં જો કોઈ આવવાનો પ્રયત્ન કરે તો પણ તેને જેલ થઈ જાય છે. જી હા, વરોશા શહેર ચારે બાજુથી સીલ કરવામાં આવ્યુ છે. જો કોઈ વ્યક્તિ અહીં આવવાની અથવા શહેરનો ફોટો લેવાનો પ્રયાસ કરે તો તરત જ તેની ધરપકડ કરવામાં આવે છે.

તમે વિચારતા હશો કે આખરે આવું શા માટે? તો તમને જણાવી દઇએ કે 1974માં તુર્કી દ્વારા આ શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલા પછી, શહેર રાતોરાત સંપૂર્ણપણે ખાલી થઈ ગયું હતું. 45 વર્ષ પછી પણ, આ શહેર હજી નિર્જન છે.

તુર્કીએ દાવો કર્યો હતો કે,આ હુમલો ટાપુ પર રહેતા તુર્કી લઘુમતીને બચાવવા માટે કરવામાં આવ્યો હતો. પરિણામે ગ્રીસ સાઈપ્રસ અને તુર્કી સાઈપ્રસ નામના બે હિસ્સામાં વહેંચાઈ ગયુ.

આ હુમલા પછી વરોશા શહેર સાયપ્રસથી અલગ થઈ ગયું. આ શહેર હાલમાં તુર્કીની સેનાના કબજા હેઠળ છે. તુર્કીની સેના સિવાય અન્ય કોઈના આવવા પર પ્રતિબંધ છે.

હુમલા પહેલા આ શહેરની વસ્તી 40,000ની આસપાસ હતી, જે તુર્કી સૈન્યના હુમલાની રાત્રે શૂન્ય થઈ ગઈ હતી.

એક સમયે આઇલેન્ડ કન્ટ્રી સાઈપ્રસનું વરોશા શહેર પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ હતુ, પરંતુ હવે તે વિશ્વનું સૌથી મોટું ભૂતિયા શહેર બની ગયું છે. નરસંહારના ડરથી આ શહેરમાં કોઈ આવતું-જતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *