કાર અકસ્માતમાં માંડ માંડ બચી હરિયાણી જાણીતી સિંગર સપના ચૌધરી

Bollywood Featured

હરિયાણી જાણીતી સિંગર અને પરફોર્મર સપના ચૌધરીની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં સપના ચૌધરીને કોઈ ઈજા થઈ નથી. જોકે તેની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગુરુગ્રામમાં સપના ચૌધરીની કારનો અકસ્માત સર્જાયો હતો. હીરો હોન્ડા ચોક પર સપનાની કારને પાછળથી આવી રહેલી અન્ય કારે જોરદાર ટક્કર મારી હતી. ગુરુવારે મોડી રાત્રે આ ઘટના સર્જાઈ હતી.

ડાન્સર સપના ચૌધરીની કારને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે, આ અકસ્માત કેટલો જોરદાર હશે. સફેદ કલરની તેની ફોરર્ચ્યૂનર કારને આગળની લાઈટમાં ઘણું નુકસાન પહોંચ્યું છે. સપનાની આ કારને તેનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. અકસ્માત અંગે સપના ચૌધરી પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

સિંગર સપના ચૌધરી છેલ્લા ઘણાં સમયથી લગ્ન અને બર્થ-ડે પર પરફોર્મ કરતી જોવા મળી રહે છે. જોકે થોડા દિવસ પહેલા યૂપીના મુરાદાબાદમાં એક કાર્યક્રમમાં સપના ચૌધરીના કાર્યક્રમમાં ભીડ બેકાબૂ બની હતી. ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી ઘણી ફિલ્મો તેમજ વીડિયો આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે. આ સાથે તે ટીવી પર બિગબોસમાં પણ ભાગ લઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *