Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodઅભિનેતા સતીષ કૌશિકે જ્યાં હોળી પાર્ટી કરી એ જ ફાર્મ હાઉસમાંથી મળી...

અભિનેતા સતીષ કૌશિકે જ્યાં હોળી પાર્ટી કરી એ જ ફાર્મ હાઉસમાંથી મળી દવાઓ

આઠ માર્ચના રોજ બોલિવૂડ એક્ટર અને ડાયરેક્ટર સતીષ કૌશિકનું હાર્ટ અટેકને કારણે દિલ્હીમાં અવસાન થયું હતું. સતીષ કૌશિક 8 માર્ચના રોજ દિલ્હી ગયા હતા. અહીંયા બિજવાસન ફાર્મહાઉસમાં હોળી રમવા આવ્યા હોય રાતના 11 વાગ્યે તેમને બેચેની જેવું થતું હતું. આ બાદ નિધન થયું હતું. સતીષ કૌશિકના મોતની તપાસ કરી રહેલી પોલીસ આજે એટલે કે શનિવારે દિલ્હીના ફામ હાઉસે પહોંચી હતી. સતીષ કૌશિક તેમના મૃત્યુના એક દિવસ પહેલાં અહીં હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાર્મ હાઉસની તપાસ દરમિયાન પોલીસને કેટલીક દવાઓ મળી આવી હતી. પોલીસ ફાર્મ હાઉસના માલિકની પૂછપરછ કરવા માગે છે પરંતુ માલિક હાલ ફરાર છે.

બુધવારે રાત્રે 1.30 વાગ્યે દિલ્હીમાં 66 વર્ષની વયે સતીષ કૌશિકનું અચાનક અવસાન થયું હતું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સતીષ કૌશિકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. આથી તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. જો કે, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું હતું.

ફાર્મ હાઉસના માલિક પણ એક કેસમાં ફરાર
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે એક ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્યોગપતિ પણ આ પાર્ટીમાં હાજર હતા અને એક કેસમાં પોતે ફરાર છે.પોલીસ તેની પૂછપરછ કરવા આવી હતી, પરંતુ મળ્યો ન હતો. હાલ પોલીસ શોધખોળ કરી રહી છે આ ઉપરાંત પોલીસ પાર્ટીમાં આવેલા મહેમાનોની યાદી પણ તપાસી રહી છે.

પોલીસને હોસ્પિટલમાંથી નિધનના સમાચાર મળ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાંથી સતીષના મૃત્યુના સમાચાર મળ્યા હતા .પોલીસનું કહેવું છે કે જયારે સતીષ કૌશિકની તબિયત ખરાબથી લઈને હોસ્પિટલ સુધી પહોંચવા માટે તેની સાથે કોણ હતું, તેની સાથે શું થયું?તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ લોકોની પૂછપરછ કરવામાં આવશે .મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ પણ વિસેરારિપોર્ટની રાહ જોઈ રહી છે.

તેમણે ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંધર્ષ કરવો પડ્યો હતો. તેમણે ફિલ્મક્ષેત્ર પહેલા કેશિયર તરીકે પણ કામ કર્યું. પરંતુ તેમણે પોતાના સપનાને સાકાર કરવા માટેનો પ્રયાસ ક્યારેય બંધ કર્યો નહીં.

1979ની વાત છે. સતીશ કૌશિક ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. પરંતુ તે એટલું સરળ નહોતું. મુંબઈ જેવા શહેરમાં ટકી રહેવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મો તરત જ મળી જવાની નહોતી. સ્ટેશન પર રાત પસાર ના કરવી પડે તે માટે, અભિનેતાને કેશિયર તરીકે નોકરી મળી હતી. તેમને મહિને 400 રૂપિયા મળતા હતા.

જ્યાં તેઓ સવારે નોકરીએ જતા હતા. જ્યારે કામ પરથી પરત આવ્યા બાદ તેઓ સીધા જ પૃથ્વી થિયેટરમાં પહોંચીને પોતાના સપનાને સાકાર કરવા પહોંચી જતાં હતાં. અહીંથી જ તેની નજર પડવા લાગી અને તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવવા લાગ્યાં હતાં.

સતિશ કૌશિકે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ નિર્દેશક તરીકે કરી હતી. સતીષે રૂપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ તેમની આ ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ હતી પણ સતીશ કૌશિક પ્રતિભાની ખાણ હતા. તેઓ અભિનય તરફ વળ્યા અને ઘણા ભિન્ન ભિન્ન પાત્રોથી દર્શકોનું મનોરંજન કર્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page