Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગ્રીષ્માના પરિવારની સામે પોલીસે હત્યારા ફેનિલ સાથે જે કર્યું એ જોઈ ને...

ગ્રીષ્માના પરિવારની સામે પોલીસે હત્યારા ફેનિલ સાથે જે કર્યું એ જોઈ ને ભલાભલા ધ્રુજી ગયા

સુરતમાં 21 વર્ષની ગ્રીષ્મા વેકરિયાની હત્યામાં દિવસે ને દિવસે ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હત્યારા ફેનિલને આકારામાં આકરી સજા થાય એ માટે પોલીસ ખૂબ જ ઝડપથી કાર્યવાહી હાથ ધરી રહી છે. પોલીસે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતા હવે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આટલા ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બનશે. બીજી તરફ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેનિલને જ્યારે રિકન્સટ્રક્શન માટે ગ્રીષ્માના ઘરે લાવવામાં આવ્યો ત્યારે તેની જબરદસ્ત ધોલાઈ કરવામાં આવી હતી. છોકરીઓને હેરાન કરતાં ટપોરીઓમાં ધાક બેસે એ માટે પોલીસે જ્યાં ગ્રીષ્માની હત્યા થઈ ત્યાં જ ઉભો રાખીને માર માર્યો હતો.

ફુલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્માની હત્યાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું હતું. હત્યારાને કડકમાં કડક સજાની લોકો માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં અમુક લોકો હત્યારાને જાહેરમાં ફાંસીના માંચડે ચડાવી દેવાનું કહી રહ્યા છે. બીજી તરફ પોલીસે દીકરીઓની છેડતી કરતાં આવા ગુનેગારોને પાઠ ભણવવા આકરું વલણ અપનાવ્યું છે. આખા ગુજરાતમાં જેના સામે રોષ છે એ ફેનિલને પોલીસે મેથીપાક ચખાડ્યો હતો.

ગુજરાતી અખબાર ‘ગુજરાત મિત્ર’ના અહેવાલ મુજબ પોલીસે બે વખત ફેનિલની ધોલાઈ કરી હતી. પહેલીવાર ગુરુવારે પોલીસ રિકન્સટ્રક્શનની જગ્યાએ લઈ ગઈ હતી. તે સમયે જ્યાં ગ્રીષ્માની હત્યા કરી હતી ત્યાં જ પોલીસે જાહેરમાં લોકોની સામે તેને 25 ફટકા માર્યા હતા. ત્યાર બાદ બીજી વાર શનિવારે ફેનિલને કોર્ટમાં લઈ જતા પહેલા પણ પોલીસે તેને ગ્રીષ્માના પરિવારની નજર સામે માર માર્યો હતો.

‘ગુજરાત મિત્ર’ના અહેવાલ મુજબ પોલીસના મારના કારણે જ ફેનિલ લંગડાતો લંગડાતો ચાલતો હતો. એટવું જ નહીં ગ્રીષ્મા જેવી હાલત બીજી દીકરીઓની ન થાય એ માટે સુરત પોલીસે ફેનિલ જેવા લફંગાઓને જેલમાં નાંખવાનું શરૂ કર્યું છે. તેમજ કપલ બોક્સ, કાફેમાં રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજની બહાર પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

હત્યા કરવા ફેનિલે 30 વેબસાઇટ્સ સર્ચ કરી હતી
પોલીસે તેનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા હતા. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી.

હત્યા પહેલાં સવારે ક્રાઇમ પેટ્રોલ જોઈને ગયો હતો
શનિવારે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી, જેમાં હત્યા કરવાનું તે શીખ્યો હતો.

પોલીસની તપાસમાં 150 સાક્ષી, 25 પંચનામા
ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી. આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે.

IG પાંડિયને જાતે ચાર્જશીટ બનાવડાવી
રવિવારે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી, તપાસ અધિકારી સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી. જેમાં સોમવારે 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરવા માટે તમામ કાગળો ભેગા કરાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page