વર્ષમાં માત્ર પાંચ કલાક ખુલ્લા રહેતા આ મંદિરમાં પૂજા કરવાથી થાય છે તમામ મનોકામના પૂર્ણ

Feature Right Religion

ભારતમાં ધણાં પૌરાણિક મંદિર આવે છે. દૂર-દૂરથી લોકો આ મંદિરમાં આવી ભગવાનના દર્શન કરવા આવે છે. આ મંદિર દરેક વખતે ખુલ્લા રહે છે. જોકે, એક એવું પણ પ્રાચીન મંદિર ભારતમાં સ્થિત છે. જે માત્ર પાંચ કલાકથી જ ખુલે છે. આ અનોખું મંદિર છત્તીસગઢમાં છે. આનું નામ નિરઇ માતા મંદિર છે. મંદિરના કપાટ થોડાંક જ કલાક ભક્તો માટે ખોલવામાં આવે છે.

કરોડો લોકોની આસ્થા નિરઈ માતા મંદિર પર છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી માના દર્શન કરે છે. માન્યતા છે કે, આ મંદિરમાં આવી માની પૂજા કરવાથી દરેક કામના પૂર્ણ થઈ જાય છે. જોકે, આ મંદિરમાં દર વર્ષે માત્ર પાંચ કલાક જ ખોલવામાં આવે છે. એવામાં જ્યારે પણ મંદિર ખુલે છે તો મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો લાગી જાય છે.

આ મંદિરમાં ઘણાં પ્રકારના નિયમો જોડાયેલાં છે અને આ નિયમો અંતગર્ત માને નારિયેલ અને અગરબત્તી જ અર્પિત કરી શકાય છે. આ ઉપરાંત કોઈ અને વસ્તુ માને ચઢાવવી વર્જિત માનવામાં આવે છે. આ મદિરને માત્ર ચૈત્ર નવરાત્રીમાં જ ખોલવામાં આવે છે. મંદિરને માત્ર એક દિવસ સવારે 4 વાગ્યાથી ખોલીને સવારે 9 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. પછી એક વર્ષ પછી આ મંદિરને ખોલવામાં આવે છે.

વર્ષમાં માત્ર એક જ દિવસે મંદિર ખોલવાને લીધે અહીં હજારો લોકો ભેગા થઈ જાય છે. તો વર્ષમાં માત્ર એક દિવસ જ મંદિરને ખોલવા પાછળનું એક કારણ જણાવવામાં આવે છે. મંદિરના પૂજારી મુજબ, આ મંદિર નિરઇ માતાને સમર્પિત છે. દર વર્ષએ ચૈત્ર નવરાત્રી દરમિયાન મા પોતાની જ્યોતિ પ્રજ્વલિત કરે છે. આ જ્યો વર્ષોમાં માત્ર એક વાર જ પ્રજ્વલિત થઈ જાય છે અને પોતાની રીતે શાંત પણ થઈ જાય છે. જેના લીધે આ મંદિરને ત્યારે જ ખોલવામાં આવે છે જ્યારે તેની જ્યોતિ પ્રજ્વલિત થાય.

ભક્ત આ મદિરમાં આવી જ્યોતિના દર્શન કરે છે. આ ચમત્કાર કેવી રીતે થાય છે તે આજ સુધી રહસ્ય છે. ગ્રામિણ લોકોનું કહેવું છે કે, નિરઈ દેવી જ આ જ્યોતિને પ્રજ્વલિત કરે છે. આ જ્યોતિ તેલ વગર પ્રજ્વલિત રહે છે. જે લોકો આ જ્યોતિના દર્શન કરે છે અને તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે.

નિરઈ માતા મંદિરમાં મહિલાને પ્રવેશ કરવાની અનુમતિ નથી. એવામાં માત્ર પુરુષ જ પૂજા-પાઠ વિધિની નિભાવે છે. એટલું જ નહીં મંદિરમાં જે પ્રસાદ આપવામાં આવે છે. તે મહિલાએ આપવા વર્જિત માનવામાં આવ્યું છે. માનવામાં આવે છે જો કોઈ મહિલા મંદિરનો પ્રસાદ ખાઈ લે તો. તેના દિવસના ખરાબ દિવસ શરૂ થઈ જાય છે તેની સાથે અનહોની થઈ જાય છે. જેના લીધે મહિલાઓ આ મંદિરના પ્રસાદ અડી પણ શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *