આ હોટલની છત પર લટકાવવામાં આવ્યા છે કરોડો રૂપિયા, પણ ચોરી નહીં શકો એ નક્કી

ફ્લોરિડાઃ સામાન્ય રીતે પબમાં લોકો ડાન્સ તથા હેંગઆઉટ માટે જતો હોય છે, પરંતુ આ દુનિયામાં એક એવું પણ પબ છે, જ્યાં લોકો પૈસા જોવા માટે જાય છે. મેકગુઅર પબની છત પર લાખોની કિંમતની નોટ લગાવવામાં આવી છે. આ પૈસા જોઈને તમને ચોરવાની ઈચ્છા થશે, પરંતુ ચોરી કર્યા બાદ પણ તમે આ રૂપિયાને ખર્ચ કરી શકશો નહીં. આ નોટ એકદમ અસલી છે.

વિશ્વમાં લોકપ્રિય છે મેકગુઅર પબઃ મેકગુઅરનું આ આયરિશ પબ ફ્લોરિડામાં છે. આ પબની ગણના ફ્લોરિડાની જાણીતી રેસ્ટોરાંમાં થાય છે. આ પબને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આનું કારણ અહીંયાની સર્વિસની સાથે સાથે અહીંયા ચોંટાડવામાં આવેલી 20 લાખ રૂપિયાના અસલી નાણા છે. આ અનોખી સજાવટને કારણે આ પબ માત્ર ફ્લોરિડામાં જ નહીં, વિશ્વભરમાં લોકપ્રિય છે.

છત પર ડોલર લટકાવવામાં આવ્યા છેઃ આ પબ 15 હજાર સ્કેવરફૂટમાં ફેલાયેલું છે. આ પબની છતમાં ડોલર જ ડોલર છે. જ્યારે છતમાં જગ્યા ના રહી ત્યારે દીવાલમાં પણ ડોલર ચોંટાડવામાં આવ્યા હતા. 1999માં પબના માલિકે કહ્યું હતું કે તે આ ડોલર્સની કિંમતના હિસાબે પ્રોપર્ટી ટેક્સ ભરે છે. તે આને સંપત્તિ માને છે અને તે આને બદલે લોન પણ લઈ શકે છે.

ડેકોરેશન માટે લાખો રૂપિયા ખર્ચ્યાઃ ફ્લોરિડામાં આ પબમાં અંદાજે 20 લાખ રૂપિયાની કિંમતની 1 લાખ 75 હજાર અમેરિકન ડોલર માત્ર સજાવટ માટે લગાવવામાં આવ્યા છે. અહીંયા આવનાર દરેકના મનમાં ક્યારેક આ પૈસા ચોરી જવાનો વિચાર આવે છે, પરંતુ તેઓ એમ કરતા નથી.

અહીંયા એકવાર ચોરી થઈ હતી. પબના જ કર્મચારીએ પાંચ હજાર અમેરિકન ડોલર દીવાલમાંથી કાઢી લીધા હતા. અનેકવાર લોકો આ નોટ કાઢીને લઈ જવાનો પ્રયાસ કરી ચૂક્યા છે.

પૈસા વાપરવા સરળ નથીઃ ચોરી કરેલા આ પૈસા માર્કેટમાં વાપરવા ઘણાં જ મુશ્કેલ છે. આ નોટ પર તારીખ તથા સહી કરેલી છે. બ્લેક માર્કરથી કરવામાં આવેલી આ સિગ્નેચર નોટ તરત જ ઓળખાઈ જાય છે. આ વાત આખા ફ્લોરિડામાં ખબર છે અને તેથી જ જો કોઈ પૈસા ચોરી જાય અને માર્કેટમાં વાપરે તો તરત જ પોલીસને જાણ કરી દેવામાં આવે છે.

પોલીસ ચોરેલા પૈસા પરત આપી જાય છે. આ ફ્લોરિડા બાદ હવે ડેસ્ટિનમાં આવી જ રેસ્ટોરાં ખોલવામાં આવી છે. અહીંયા ટીપના પૈસા દીવાલો પર લગાવવામાં આવ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.