Head Tag: Body Tag:

ફૂડ ટીમે મસાલાની ફેક્ટરીમાં પાડી રેડ, અંદરના દ્રશ્યો જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ખાધ્ય વિભાગે મસાલા બનાવતી ફેક્ટરીમાં રેડ પાડી આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન જાણાવા મળ્યું છે કે, મસાલાઓમાં ઘોડા અને ગધેડાની લીદ ભેળવવામાં આવતી હતી, સાથે-સાથે આપત્તિજનક પાવડર અને કેમિકલનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. જિલ્લા નિયુક્ત અધિકારી સુધીર કિમારે મંગળવારે માહિતી આપતાં જણાવ્યું કે, શાક બનાવવાના મસાલામાં સ્વાસ્થ્ય માટે ખતરનાક એવાં તત્વોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મસાલા ફેક્ટરીને ખાધ્ય વિભાગે સીલ કરી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે.

જિલ્લા નિયુક્ત અધિકારી સુધીર કુમારે જણાવ્યું કે, ખાધ્ય વિભાગની ટીમ સામે સોમવારે લાલઉ ક્ષેત્રમાં ચાલી રહેલ મસાલા કંપની આસ્થા એન્ટરપ્રાઈઝની ફેક્ટરી પર રેડ પાડવામાં આવી. આ ફેક્ટરી વર્ષ 2018 થી ચાલું છે અને ખાવામાં ઉપયોગમાં લેવાતા મસાલા બનાવવાનું કામ કરે છે.

ખાધ્ય વિભાગને એક બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, ફેક્ટરીના ભોજનમાં મસાલાઓની બહુ ખોટી રીતે ભેળસેળ કરવામાં આવતી હતી. ટંએ જ્યારે ત્યાં રેડ પાણી ત્યારે ગેરકાયદેસર કેમિકલ, ઘોડા અને ગધેડાની લાદ મળી આવી. એવું કહેવામાં આવે છે કે, આ ફેક્ટરીના માલિક પ્રદીપ કુલશ્રેષ્ઠ પણ એક રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલ છે.

તો ડૉક્ટર સુધીર કુમાર સિંહ જિલ્લા જપ્ત અધિકારી, ખાધ્ય વિભાગનું કહેવું છે કે, તેમની સાથે આખી ટીમ રેડ માટે આવી હતી. જેમાં રવિભાન સિંહ, આરકે સિંહ, ઓપી સિંહ અને સુરેશ શર્માનો સમાવેશ થાય છે. અત્યારે આ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે અને બનાવેલ બધા જ મસાલાઓને ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદથી ફેક્ટરીના માલિક પ્રદીપ કુલશ્રેષ્ઠ ભાગી ગયા છે.