Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratનર્મદા ડેમે પહેલીવાર 131.20 મીટરની સપાટીને પાર કરી, 25 દરવાજા ખોલાયા

નર્મદા ડેમે પહેલીવાર 131.20 મીટરની સપાટીને પાર કરી, 25 દરવાજા ખોલાયા

અમદાવાદ: નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131 મીટરની ઉપર પહોંચતાં ડેમના 25 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમમાં 6.50 લાખ ક્યૂસેક પાણી છે. પાણીની આવક વધતા ડેમના દરવાજા ગુરુવારે મોડી રાત્રે ખોલી દેવામાં આવ્યા છે. ડેમના 25 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 50,070 ક્યૂસેક પાણીની જાવક છે. જેને લઈને નદીકાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના પગલાના ભાગરૂપ 10 ઉચ્ચ અધિકારીઓને કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત કરી દેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં કાંઠા વિસ્તારના મોટાભાગના ગામો ઊંચાઈ પર આવેલા છે. તેમ છતાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ. ઉલ્લેખનીય છે કે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી હતી. એ પછી ડેમ 131.20 મીટર સુધી ભરાય પછી જ પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં પાણીની 5 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને દર કલાકે 23 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતી સપાટીમાં બ્રેક મારવા બે વર્ષથી બંધ રિવરબેડ પાવરહાઉસના 250 મેગા‌વોટના બે ટર્બાઈન શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે કેનલ હેડ પાવર હાઉસના 50 મેગા‌વોટના 2 ટર્બાઈન પણ શરૂ કરી દેવાયા છે. રિવરબેડ પાવર હાઉસનું એક ટર્બાઇન 23000 થી 25000 ક્યુસેક પાણી વાપરી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of awe! ✨

  2. I engaged on this gambling website and won a considerable cash, but after some time, my mother fell sick, and I wanted to withdraw some funds from my casino account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I plead for your support in bringing attention to this site. Please assist me to obtain justice, so that others do not experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I played on this online casino site and succeeded a considerable cash, but after some time, my mother fell ill, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the online casino. I request for your support in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page