|

જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

અમદાવાદ: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે જામનગર સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે. જામનગર કોર્ટે કલમ 302 હેઠળ બંનેને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસકર્મીઓ આરોપીઓ હતા. રોજે રોજ કેસ ચલાવી 20 જૂન સુધીમાં કેસ પુરો કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી જામનગર કોર્ટે આજે આ ચુકાદો સંભળાવ્યો હતો.

1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન ભારત બંધના એલાનના સંદર્ભમાં જામનગરના જોમજોધપુરમાં કર્ફ્યુ હોવા છતાં તેનો ભંગ કરવા અંગે કુલ 133 શખ્સોની તેજે તે સમયે જામનગર જિલ્લાના એ.એસ.પી. સંજીવ ભટ્ટ સહિતના પોલીસ સ્ટાફે અટકાયત કરીને બેફામ મારજૂટ કરતાં તેમાં પ્રભુદાસ માધવજી વૈશ્નાણીનું કસ્ટડીમાં માર મારવાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.