Thursday, April 11, 2024
Google search engine
HomeInternationalદુનિયાનો સૌથી કિંમતી પથ્થર મળ્યો ઘરના કૂવામાંથી, કિંમતની કલ્પના પણ નહીં થઈ...

દુનિયાનો સૌથી કિંમતી પથ્થર મળ્યો ઘરના કૂવામાંથી, કિંમતની કલ્પના પણ નહીં થઈ શકે

કોલંબોઃ કહેવાય છે કે નસીબ ક્યારે બદલાઈ જાય તે કોઈ કહી શકે તેમ નથી. આવું જ કંઈક શ્રીલંકાના કોલંબોમાં રહેતા એક વ્યક્તિ સાથે થયું હતું. ઘરમાં કૂવો ખોદતા સમયે આ વ્યક્તિના ઘરમાંથી એક કિંમતી પથ્થર મળી આવ્યો હતો. આ કિંમતી પથ્થર મળતા તેનું નસીબ બદલાઈ ગયું હતું. 510 કિલોનો આ પથ્થર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સાડા સાત અબજ (750 કરોડ) માં મળે છે.

શ્રીલંકના રાષ્ટ્રીય રત્ન તથા આભૂષણ એસોસિયેશને (એનજીજેએ) કહ્યું હતું કે 510 કિલોના આ પથ્થર માટે વિદેશમાં બોલી લગાવવામાં આવશે. હાલમાં આ પથ્થરને કોલંબોની એક બેંકમાં રાખવામાં આવ્યો છે. કિંમતી પથ્થરોનો વેપાર કરતાં એક વેપારીએ કહ્યું હતું કે પથ્થર નીલમ છે અને તે કૂવાના ખોદકામ દરમિયાન અચાનક મળ્યો હતો.

આ પથ્થર રત્નાપુર શહેરમાંથી મળી આવ્યો હતો. આ શહેર શ્રીલંકાનું જેમ સિટી કહેવાય છે. અહીંયા ભૂતકાળમાં પણ કિંમતી પથ્થરો મળી આવ્યા છે. ખોદકામ દરમિયાન આ નીલમ પથ્થરને સેરેન્ડિપિટી સૈફાયર નામ આપવામાં આવ્યું છે.

25 લાખ કેરેટના પથ્થરના માલિક ડૉ. ગમાગેએ કહ્યું હતું કે ખોદકામ દરમિાયન મજરૂએ કહ્યું હતું કે જમીનની નીચે કિંમતી પથ્થર દટાયેલો છે. આ જાણકારી મળ્યા બાદ તે ત્યાં ગયા હતા અને પથ્થરને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.

સુરક્ષાના કારણોસર પોતાનું પૂરું નામ તથા એડ્રેસ ના બતાવનાર ડૉ.ગમાગે કિંમતી પથ્થરના વેપારી છે. ઘરના કૂવામાંથી આ પથ્થર કાઢવામાં આવ્યો હતો અને પછી સરકારને જાણ કરવામાં આવી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે આ પથ્થરને સાફ કરવામાં તથા ગંદકી દૂર કરવામાં એક વર્ષ જેટલો સમય થશે. ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને તેનું રજિસ્ટ્રેશન થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે પથ્થરની સફાઈ દરમિયાન નીલમના કેટલાંક ટૂકડા નીચે પડ્યા હતા. આ ટૂકડાની વિશ્લેષણ પરથી ખ્યાલ આવ્યો કે આ ઘણો જ કિંમત પથ્થર છે.

એનજીજેએના પ્રતિનિધિએ કહ્યું હતું કે આ એક ખાસ નીલમ છે. આ દુનિયાનો સૌથી મોટો નીલમ હોઈ શકે છે. આ નીલમ 100 સેમી લાંબો, 72 સેમી પહોળઓ તથા 50 સેમી ઊંચો છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા વિશ્વમાં નીલમ પથ્થર તથા અન્ય કિંમતી પથ્થરોની નિકાસ કરે છે.

એનજીજેએ સ્પષ્ટ કહ્યું હતું કે આ પથ્થરના માલિક ડૉ. ગમાગે જ છે, કારણ કે પથ્થર તેમની સંપત્તિમાંથી નીકળ્યો હતો. પથ્થરને સુરક્ષાના કારણોસર હાલમાં બેંક ઓફ સીલોનમાં એક તિજોરીમાં રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this casino platform and managed a considerable sum of money, but eventually, my mom fell ill, and I required to cash out some funds from my balance. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this online casino. I request for your support in reporting this online casino. Please assist me in seeking justice, so that others do not face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page