પાંચ મહિના પહેલાં થયા હતા લગ્ન, પરિવારમાં થયા એક સાથે ત્રણ-ત્રણ મોત

અજમેરમાં મોડી રાત્રે થયેલ દુર્ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાં લક્ષ્મણ ગુર્જર પત્ની કમલેશને સાસરીમાંથી લઈને આવી રહ્યો હતો. બંનેનાં 5 મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. સાથે બહેન લક્ષ્મી અને ભાણી ખુશી પણ હતાં. તો બીજો બાઈક સવાર ગણેશ બે સંબંધીઓ સાથે મેળો જોઈને પાછો જઈ રહ્યો હતો. આમાં લક્ષ્મણ, લક્ષ્મી, ખુશી અને ગણેશનાં મૃત્યુ થયાં છે. લક્ષ્મણની પત્ની કમલેશ અને ગણેશના બે મિત્રોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ઢિગારિયા નિવાસી લક્ષ્મણ ગુર્જર તેની પત્નીને લેવા સાસરી ભૈરૂખેડા જવા ઘરેથી બાઈક પર નીકળ્યો. તેની સાથે તેની બહેન લક્ષ્મી અને ચાર મહિનાની ભાણી ખુશી પણ હતી. બહેન અને ભાણીને તેની સાસરીમાં મૂકીને જવાનું હતું. પરંતુ બહેને ભાઈને કહ્યું – તે પણ ભાઈ સાથે તેની સાસરીમાં આવશે. પાછા વળતી વખતે મૂકતો જજે. ત્યારબાદ લક્ષ્મણ સાસરીમાં ગયો. પત્ની કમલેશ, ભાણી ખુશી અને બહેન લક્ષ્મી સાથે પાછો આવી રહ્યો હતો. આ દરમિયાન આ દુર્ઘટના થઈ. કમલેશ ઘાયલ થઈ છે જ્યારે અન્ય ત્રણનાં મૄત્યુ થયાં છે.

ઢિગારિયાના ઉપસરપંચ બાલુરામ ગુર્જરે જણાવ્યું કે, લક્ષ્મણનાં પાંચ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. તો જે બહેનનું પણ અવસાન થયું તેનાં પણ એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. એક બાળકી ખુશી જ હતી, જેનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું. લક્ષ્મણ ખેતીવાડી કરતો હતો.

અન્ય બાઈક પર સવાર છાપરી (અજમેર) નિવાસી ગણેશ પુત્ર જગદીશ ભીલ (25) , રમેશ પુત્ર નોરત ભીલ અને પ્રધાન પુત્ર રામધન ભીલ મેળો જોઈ પાછા ફરી રહ્યા હતા. જેમાં ગણેશનું મૃત્યુ થયું છે જ્યારે રમેશ અને પ્રધાન ઘાયલ થયા છે. છાપરી નિવાસી મૃતક ગણેશના પડોસી પ્રધાન ગુર્જરે જણાવ્યું કે, મૃતક ગણેશને એક વર્ષનો દીકરો છે. પત્ની ગર્ભવતી છે. તે ટ્રેલરનો ડ્રાઈવર છે. તે પોતાના સંબંધીઓ સાથે સાસરીથી પાછો આવી રહ્યો હતો. તે પરિવારનો એકમાત્ર પુત્ર જ છે. તેનાં મા-બાપ ખેતી કરી ગુજરાન કરે છે.

મંગળવારે મોડી સાંજે અજમેર માર્ગ પર જય ભૈરવ પેટ્રોલ પંપ સામે બે બાઈક એકબીજા સામે અથડાયાં. ત્યારબાદ તે નસીરાબાદ તરફથી આવતી મધ્યપ્રદેશની રોડવેઝની બસમાં ઝપેટમાં આવી ગયાં. આ ભીષણ રોડ એક્સિડેન્ટની સૂચના મળતાં સરવાડ પોલીસ સ્ટેશન એસઆઈ ગુમાન સિંહ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને સરવાડ હોસ્પિટલ પહોંચાડ્યા.

ત્યાં ડૉક્ટરોએ ગણેશ (25) પુત્ર જગદીશ ભીલ નિવાસી છાપરી, લક્ષ્મી પત્ની પીરૂ લાલ ગુર્જર નિવાસી જડાના, લક્ષ્મણ પુત્ર લાલા રામ ગુર્જર નિવાસી ઢિગારિયાને મૃતક જાહેર કર્યા. ખુશી પુત્રી પીરૂ ગુર્જર નિવાસી જડાના, પ્રધાન પુત્ર રામધન ભીલ નિવાસી છાપરી, કમલેશ ગુર્જર નિવાસી ઢિગારિયા, રમેશ પુત્ર નિરત ભીલ નિવાસી છાપરીને રેફર કરવામાં આવ્યા જ્યાં અજમેરની જેએલએન હોસ્પિટલમાં ચાર મહિનાની ખુશી ગુર્જરનું અવસાન થયું.

Similar Posts