Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalમોત પહેલા શેન વોર્ને બૂક કરાવ્યું હતું મસાજ, ચાર યુતવીઓ સીસીટીવીમાં...

મોત પહેલા શેન વોર્ને બૂક કરાવ્યું હતું મસાજ, ચાર યુતવીઓ સીસીટીવીમાં દેખાઈ

ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી શેન વોર્નનું શુક્રવારે મોત થયું હતું ત્યાર બાદ સોમવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેનું મોત કુદરતી રીતે જ થયું છે, જેમાં કોઈપણ પ્રકારની શંકાને સ્થાન નથી. પરંતુ આ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. શેન વોર્ન થાઈલેન્ડના જે વીલામાં રોકાયા હતા ત્યાંના CCTV ફૂટેજથી ખ્યાલ આવ્યો કે, તે અને તેના મિત્રોને મસાજ કરવા માટે ચાર થાઈ મહિલાઓ આવી હતી અને મોત પહેલાં તેઓ તેના જ સંપર્કમાં હતી.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, જ્યારે મહિલા વોર્નના રુમ પાસે પહોંચી અને દરવાજો ખખડાવ્યો તો કોઇ જવાબ મળ્યો નહતો. ત્યાર બાદ તેમણે પોતાની બોસને મેસેજ કરી જણાવ્યું કે, વોર્ન દરવાજો ખોલી રહ્યાં નથી. જ્યારે તેમનો દરવાજો ખુલ્યો નહીં તો મિત્રોએ રુમ ખોલ્યો અને ત્યારે તેઓ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતાં. ત્યાર બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને મિત્રોએ શેન વોર્નને CPR આપ્યો. મહિલાઓ પ્રમાણે શેન વોર્ન અને તેમના મિત્રોને મસાજ આપવા માટે તેમને બુક કરવામાં આવી હતી.

CCTV ફુટેજ બપોરે 2 વાગ્યાની છે. વોર્નના મોતને લઈને થાઈલેન્ડ પોલીસે જે નિવેદન આપ્યું છે કે શેન વોર્નનું મોત સાંજે આશરે 5.15એ થયુ હતુ. તેમને હાર્ટ એટેક આવ્યો, રુમમાં કોઈ પણ એવી વસ્તુ નથી મળી જેનાથી શંકા જાય કે મોતમાં કઈક ગડબડી છે. થાઈલેન્ડ પોલીસે ચીફને CCTV ફુટેજ આવ્યા બાદ કહ્યું કે શેન વોર્ને મહિલાઓને મસાજ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમની મોતથી કોઈ લેવા-દેવા નથી.

શેન વોર્નના મેનેજર જેમ્સ એર્સકીએ ખુલાસો કર્યો છે કે ઓસ્ટ્રેલિયન મહાન સ્પિનર ​​વેકેશન પર જતા પહેલાં બે અઠવાડિયાં સુધી માત્ર લિક્વિડ ડાયટ પર હતા અને તેમને છાતીમાં દુખાવો અને પરસેવાની ફરિયાદ પણ હતી. તાજેતરમાં આ પ્રકારના આહારમાં તેઓ 14 દિવસ સુધી માત્ર પ્રવાહી જ લેતા હતા. આમાં તેઓ માત્ર બ્લેક અને ગ્રીન જ્યૂસ જ લેતા હતા. તેમણે આખી જિંદગી સિગારેટ પીધી. મને લાગે છે કે તેમને હાર્ટ-એટેક આવ્યો હશે.

વોર્નના પરિવારે સોમવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું હતું કે તેમનું મોત પરિવાર માટે ક્યારેય ભૂલી ન શકાય એવા ખરાબ સપનાની શરૂઆત છે. શેન વગર ભવિષ્યની કલ્પના નથી કરી શકાતી. તેમની સાથેનાં યાદગાર સંસ્મરણો સાથે કદાચ અમે આ દુ:ખને ભૂલી શકીએ.

પોલીસના જણાવ્યા પ્રમાણે, થાઈલેન્ડના પ્રાઈવેટ વિલામાં વોર્ન અને અન્ય 3 મિત્રો રોકાયા હતા. આ દરમિયાન રાત્રે ડિનર ટાઈમ પર શેન વોર્ન નીચે ગયો હતો, જેના થોડા સમય પછી વોર્નનો એક દોસ્ત પણ નીચે આવ્યો હતો ત્યારે તેણે શેન વોર્નને બેભાન અવસ્થામાં જોયો હતો. ત્યારે તાત્કાલિક દોસ્તોએ ભેગા મળીને તેને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR- છાતી પર દબાણ કરી હાર્ટ પમ્પિંગ કરાવવું તથા શ્વાસ આપવો) દ્વારા બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page