Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પોલીસે પાણીના મારો ચલાવ્યો, કોંગ્રેસના નેતાઓની કરાઈ...

ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પોલીસે પાણીના મારો ચલાવ્યો, કોંગ્રેસના નેતાઓની કરાઈ અટકાયત

ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનો ત્રિ-દિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર ભાજપ સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો અને કૂચને આગળ વધતી અટકાવી હતી. આ દરમિયાન કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ત્યાર બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી જેમાં કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કર્યો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રોકવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી તે દરમિયાન અમિત ચાવડાનો ઝભ્ભો ફાટી ગયો હતો જેની તસવીરો સામે આવી છે. જોકે પોલીસ અમિત ચાવડાની અટકાયત કરી હતી.

કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ મંજૂરી વગર વિધાનસભા કૂચ શરૂ કર્યાં બાદ પોલીસે બળ પ્રયોગ કરવાની જરૂરી પડી હતી. વિધાનસભા તરફ આગળ વધી રહેલા કાર્યકર્તાઓ અને નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે કૂચમાં આગળ વધતાં લોકોને અટકાવવા માટે વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your mind soar! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page