Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratપિઝા ખાધા પછી યુવાનને સીધા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, શું નીકળ્યું અંદરથી?

પિઝા ખાધા પછી યુવાનને સીધા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, શું નીકળ્યું અંદરથી?

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશીપ ડેનાં દિવસે પિત્ઝા ખાવાનું બે મિત્રોને ભારે પડી ગયું છે. બિન આરોગ્યપ્રદ જીવાતવાળા પિત્ઝા ખાધા પછી અચાનક એક યુવાનની તબીયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે. ત્યારે પિત્ઝામાં જીવાત-કીડા હોવાની ફરિયાદ કરતાં મેનેજર લાજવાને બદલે ગાજ્યો હોવાના પણ આક્ષેપ યુવાનો દ્વારા કરવામાં આવ્યા છે.

પિત્ઝા ખાધા પછી યુવાનને સીધા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું
પાટનગરના ન્યુ ગાંધીનગરનાં કુડાસણ, રાયસણ, સરગાસણ અને પીડીપીયુ વિસ્તારમાં અઢળક હોટલો અને ખાણીપીણીની લારીઓ ધમધમતી રહી છે. જોકે, તહેવાર ટાણે જ નામ પૂરતી કાર્યવાહી કરતી મનપાની આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે નગરજનો બિન આરોગ્યપ્રદ ખોરાક આરોગી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશીપ ડેનાં દિવસે પિત્ઝા ખાધા પછી એક યુવાનની તબીયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે.

ખાલી પ્લેટમાં અઢળક જીવાત હતી
કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં મીતેશ વગાશીયા તેમના મિત્ર હિમાંશુ બાયડ સાથે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે જમવા માટે ગયા હતા. જેમણે પિત્ઝા ગાર્લિક બ્રેડ, સહિતની ચીજો મંગાવી હતી. જે પેટે તેઓએ પિત્ઝા હટને એક હજારથી ઉપરનું બિલ પણ ચૂકવી દીધું હતું. જાણીતી પિત્ઝા હટમાં બેસીને મિત્રો મળીને પિત્ઝાની મઝા માણી રહ્યા હતા. એ વખતે તેમના ટેબલ પર મૂકવામાં આવેલી ખાલી પ્લેટમાં અઢળક મચ્છરો-જીવાત મરેલી હાલતમાં જોવા મળી હતી.

ફ્રી ઓર્ડર આપવાની લોભામણી ઓફર કરી
આ મામલે ફરિયાદ કરતાં વેઇટર આવીને પ્લેટ બદલી ગયો હતો. બાદ બંને મિત્રો વાતચીત કરતાં કરતાં પિત્ઝા ખાવા લાગ્યા હતા અને મોટાભાગનો પિત્ઝા ખતમ થવા આવ્યો ત્યારે અચાનક પિત્ઝામાં કીડા હોવાનું માલુમ પડયું હતું. આ જોઈને તેઓ ચોંકી ઉઠયા હતા. કેમકે જીવાતવાળો પિત્ઝા ખાઈ ચૂક્યા હતા. આ મામલે ફરિયાદ કરતાં પિત્ઝા હટનો વેઇટર આવીને માફી માંગવા લાગ્યો હતો અને બીજો ફ્રી ઓર્ડર આપવાની લોભામણી ઓફર કરીને આગળ વધુ કશુ નહી કરવા કહેવા લાગ્યો હતો. જોકે, આવો અનુભવ અગાઉ પણ થઈ ચૂક્યો હોવાથી તેમણે પિત્ઝા હટનાં કસ્ટમર કેર તેમજ ઈમેલ મારફતે પણ ફરિયાદ કરી હતી.

પિત્ઝામાંથી જીવાત નીકળી: હિમાંશુ
આ અંગે હોસ્પિટલમાં દાખલ હિમાંશુએ જણાવ્યું હતું કે, કુડાસણની પિત્ઝા હટમાં પિત્ઝામાંથી જીવાત-કીડા નીકળ્યા હતા. જ્યારે પ્લેટોમાં પણ પુષ્કળ મચ્છરો – જીવાત મરેલી હાલતમાં હતા. અહીંથી નીકળીને ઘરે ગયા પછી અચાનક ઝાડા ઉલ્ટી થઇ ગયા હતા. રાત્રિ સુધી જેમતેમ કરીને ચલાવી લીધું પણ સવાર પડતાં તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. આ પહેલા પણ પિત્ઝામાંથી જીવાત નીકળી હતી એ વખતે બહુ ધ્યાન આપ્યું ન હતું. આ વખતે જીવાતવાળા પિત્ઝા ખાવાના લીધે મને ઝાડા ઉલ્ટી થઇ ગયા. જેથી આવી જાણીતી હોટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ન્યુ ગાંધીનગર વિસ્તારમાં રાયસણ પીડીપીયુ રોડ, કુડાસણ સહિતના વિસ્તારોમાં હોટલો – લારીઓ પર બિન આરોગ્યપ્રદ નોનવેજ પણ છૂટથી વેચાણ થઈ રહ્યું હોવાની પણ વ્યાપક બુમરાણ ઉઠતી હોવા છતાં આરોગ્ય શાખા ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page