Friday, July 19, 2024
Google search engine
HomeGujaratસેલ્ફી લેતી સમયે એક યુવાન ડૂબ્યો, બચાવવા પડેલા ત્રણ યુવકો પણ ડૂબ્યા

સેલ્ફી લેતી સમયે એક યુવાન ડૂબ્યો, બચાવવા પડેલા ત્રણ યુવકો પણ ડૂબ્યા

ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ બહીયલનાં તરવૈયાની ટીમ દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવાન સવારથી ગુમ હોવાથી તેના પિતા પણ કેનાલ પર હાલમાં દોડી આવ્યાં છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અપમૃત્યુના બનાવો દિવસેને દિવસે વધી જવા પામ્યા છે. આજે પણ રાયપુર નર્મદા કેનાલમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કલાકોથી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બહીયલનાં તરવૈયાની ટીમ પણ ચારેય યુવાનોને શોધવા માટે કેનાલમાં તપાસ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારના સમયે રાયપુર નર્મદા કેનાલ પાસે બાઇક અને એક્ટિવા પર નિકુંજ અનિલભાઈ સગર (ઉ. 24), સાહિલ અરવિંદભાઈ પટેલ (ઉ. 21),જયદીપ સબવાણિયા(ઉ 20) અને સ્મિત રાકેશભાઈ પટેલ (ઉ 19) એમ ચાર યુવાનો આવ્યા હતા. જેમાથી એક યુવાનનો બર્થડે હતો. કેનાલ પાસે યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. કેનાલ પરથી પોલીસને બે જોડ ચપ્પલ પણ મળી આવ્યા છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં અરવિંદભાઈ પટેલ પોતાના પુત્ર સાહિલની શોધખોળ કરવા માટે રાયપુર કેનાલ દોડી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સવારે 21 વર્ષીય સાહિલ નોકરી પર જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. પરંતુ તે નોકરી પર ગયો નથી.મને ચાર યુવાનો ડૂબ્યાની જાણ થતાં અહીં આવ્યો છું.

સાહિલના ક્યાં મિત્રો છે તે પણ મને ખબર નથી. જ્યારે સાહિલનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે. આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર યુવકો કોણ કોણ હતા તેની હજી ઓળખ થઈ નથી. હાલમાં શોધખોળ ચાલુ જ છે. કેનાલનું પાણી નીચેથી વહેણ વાળું હોવાથી યુવાનો આગળ તણાઈ ગયા હોવાની શંકા છે.

આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ અમદાવાદના કૃષ્ણનગર વિશ્વાસ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરવ સુરેશ ભારતી બાવાનો જન્મ દિવસ હોવાથી આજ સોસાયટીમાં રહેતા સ્મિત પટેલે બર્થડે ઉજવવા માટે કેનાલનું સ્થળ નક્કી કર્યું હતું. અગાઉ ડભોડા મંદિરે દર્શને આવેલા હોવાથી તે સમયે કેનાલ જોઈ હતી. જેથી નક્કી થયા મુજબ પાંચ મિત્રો કેનાલ પર ભેગા થયા હતા. અને કેક પણ લઈ આવ્યા હતા.

બાદમા કેનાલની લોખંડની ગ્રીલ પાસે કેક કાપી રહ્યા હતા. અને ફોટોગ્રાફી કરતા હતા. એ વખતે એક મિત્ર નો પગ લપસી જતાં તે કેનાલમાં પડ્યો હતો. જેને બચાવવા માટે એક પછી એક અન્ય ત્રણ મિત્રો પણ કેનાલમાં ઉતર્યા હતા. જ્યારે ગૌરવ કેનાલની બહાર રહ્યો હતો. જેણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

RELATED ARTICLES

9 COMMENTS

 1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! ? ? into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of awe! ?

 2. I participated on this casino website and won a considerable pile of earnings. However, afterward, my mom fell critically sick, and I required to cash out some funds from my wallet. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to such casino site. I kindly plead for your assistance in addressing this issue with the platform. Please assist me to find justice, to ensure others won’t face the hardship I’m facing today, and avert them from facing similar misfortune. ??

 3. Воєнторг
  8. Специальное снаряжение для боевых действий
  військовий одяг інтернет магазин [url=https://voentorgklyp.kiev.ua/]військовий одяг інтернет магазин[/url] .

 4. гарантированно,
  Современное оборудование и материалы, для крепких и здоровых зубов,
  Специализированная помощь по доступным ценам, для вашего удобства,
  Комфортные условия и дружественный персонал, для вашего комфорта и уверенности,
  Эффективное лечение зубов и десен, для вашего долгосрочного удовлетворения,
  Индивидуальный план лечения и профилактики, для вашего комфорта и удовлетворения,
  Современное лечение заболеваний полости рта, для вашего здоровья и благополучия
  стоматологічна лікарня [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]стоматологічна лікарня[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments