Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightરસ્તા પર જતી મહિલાના ગળામાંથી બેખૌફ અંદાજમાં ચોરી લીધી ચેન

રસ્તા પર જતી મહિલાના ગળામાંથી બેખૌફ અંદાજમાં ચોરી લીધી ચેન

દિલ્હીમાં બદમાશોને કોઈનો ડર રહ્યો નથી. તે ડર્યાં વગર પોતાના અપરાધને અંજામ આપી રહ્યા છે. મહિલાઓ સાથે ચેઇન સ્નેચિંગ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. જેમાં ઘરની બહાર નીકળેલી એક મહિલાનો ચેઇન લૂંટીને બે બાઇકસવાર લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી છે. આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

આ ઘટના દિલ્હીના રોહિણી સેક્ટ-7ની છે. અહીં બદમાશોએ એક મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. આ લૂંટારાઓની કરતૂત ત્યાં લાગેલાં એક CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. સોમવારે એટલે કે, 2 ઑગસ્ટે લગભગ સવારે 7 વાગ્યે એક મહિલા માર્કેટથી પોતાના ઘરે પાછી આવી રહી હતી. જ્યારે મહિલા ઘરની નજીક પહોંચી ત્યારે બાઇક પર આવેલાં બે લૂંટારા તેમની રાહ જોઈને ઊભાં હતાં. બાઇકચાલક યુવકે હેલમેટ પહેર્યું હતું. બીજા યુવકે વાદળી કેપ પહેરી હતી અને મોઢા પર રુમાલ બાંધ્યો હતો.

મહિલાને જરા પણ આ વાતનો અંદાજો નહોતો કે, તેની સાથે શું થશે. જેવી મહિલા રોડથી પોતાના ઘર તરફ જવા વળી ત્યારે બાઇકની પાછળ બેસેલો યુવક નીચે ઉતર્યો અને મહિલાની પાછળ ગયો. તે મહિલા પાસે પહોંચ્યો અને બે હાથે મહિલાનો ચેન સ્નેચિંગ કરી પાછો બાઇક તરફ ભાગ્યો અને બાઇક પર પોતાના સાથી સાથે બેસીને ફરાર થઈ ગયો હતો.

પીડિત મહિલા ઘબરાઈને બૂમો પાડતી રહી. તે લૂંટારાઓને પકડવા માટે પાછળ ભાગી પણ દોડવામાં સફળ રહી નહીં. આ લૂંટની જાણ પોલીસને કરાઈ હતી. ત્યાં લગાડવામાં આવેલાં CCTV કૅમેરામાં જોતાં ખબર પડી કે, લૂંટારાઓ પહેલાંથી જ મહિલાની મૂવમેન્ટ જાણી ચૂક્યા હતા અને તે મહિલાના ઘરની બહાર પહેલાંથી જ આવીને ઊભા હતાં.

ચોંકાવનારી વાત છે કે, લૂંટારાઓએ લૂંટની ઘટનાને મહિલાના ઘરના ગેટ પાસે જ અંજામ આપ્યો હતો. DCP મુજબ, આ ઘટના રોહિણી સેક્ટ-7ની છે. પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. આ અંગે તપાસ ચાલી રહી છે. CCTV ફૂટેજના આધારે લૂંટારાઓની ઓળખ કરવામાં આવી છે.

આ ઘટનાથી અહીં ડરનો માહોલ છે. આ ઘટના દિલ્હી પોલીસ પર સવાલ ઊભા કરી રહી છે. કેમ કે, સ્ટ્રીટ ક્રાઇમને રોકવા માટે ઘણી રીતના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. પોલીસે દ્વારા મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પણ આ ઉપરાંત રોડ પર લૂંટારાઓનો આતંક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page