પાટીદાર યુવતીએ આ કારણે જીવનનો અંત આણ્યો, જેના ઉપર આરોપ મૂક્યો એનું નામ જાણીને…

ભોળી દીકરીઓને ફોસલાવીને તેનું શોષણ કરવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. ગારિયાધારમાં એક યુવતીએ જીવન ટૂંકાવી અનંતની વાટ પકડી છે. આ યુવતીની સુસાઈટ નોટ વાંતીને બધા ચોકી ગયા છે. જેમાં યુવતીએ આત્મહત્યાનું કારણ પણ જણાવ્યું છે.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાસા ગામે ખેતી કામ કરી ગુજરાત ચલાવતા કાનાણી પરિવાર પર આભ તુટી પડ્યો છે. પરિવારની 27 વર્ષની દીકરી રવિના કનાણીએ ઘરમાં જ ગળાફાંસો ખોઈને આત્મહત્યા કરી લીધી હતી.

રવિના કાનાણીએ અંતિમ પગલુ ભરતા પહેલા એક સુસાઈટ નોટ લખી છે. જેમાં તેણે સચિન વોર નામના યુવકને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યો છે. સચિન વોરા નામનો યુવક રવિનાને છેલ્લા બે મહિનાથી લગ્ન કરવા માટે મજબૂર કરી ધાકધમકી આપી ફોટાઓ વાયરલ કરી બ્લેકમેલિંગ કરતો હતો. જેથી કંટાળી રવિનાએ ઘરમાં ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.

યુવતીએ સુસાઈડ નોટમાં શું લખ્યું?
હું રવિના કાનાણી લખું છું કે. હું આ આત્મહત્યા કરું ઈ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે, એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેલ કરે છે. પેલા મારે જે કાઈ હતું એ મે ના પાડી દીધી હતી. મારી હવે તારી જોડે પૂરું પછી મને ફોટાથી બ્લેકમેલ કરતો અને ખરાબ મેસેજ કરતો અને ચીમકી આપતો. મને નો દેવાની ગાળો દેતો, પછી મારા ઘરના બધાને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધાને સમજાવે છે. એના ઘરના પણ કોઈ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. એ રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે. અમાર બંનેના એ ફોટાથી બ્લેકમેલ કરે છે. મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધુ સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરુ છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. એણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. એના પપ્પાને અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યા બધાને તોય કોઈ સમજવા તૈયાર ની. સચિનના લેપટોપ, ફોન અને પેન ડ્રાઇવમાં મારું વીડિયો રેકોર્ડિંગ, ફોટા એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેલ કરે છે. બીજી શેમાં આ બધુ હોય તે મને ખબર નથી. આ મારી જીભાની છે તો આ બધી વસ્તુ મારા ગયા પછી મટાડી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ન થાય.
સોરી પપ્પા મને માફ કરજો, હું આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું. આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી.
– લી. રવિના રામજીભાઈ કાનાણી

આ બનાવ અંગે રવિનાબેનના પિતા રામજીભાઈ ઘુસાભાઇ કાનાણીએ પોતાની દીકરીને ત્રાસ આપી મરવા મજબૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ગારીયાધાર પોલીસે સચિન ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Similar Posts