Tuesday, March 5, 2024
Google search engine
HomeBollywoodExclusive: ગીતા રબારીએ નવા ઘરનું એવું તો શું નામ રાખ્યું કે લોકોએ...

Exclusive: ગીતા રબારીએ નવા ઘરનું એવું તો શું નામ રાખ્યું કે લોકોએ કહ્યું-દીકરી હોય તો આવી

‘કચ્છની કોયલ’ નામની ફેમસ ગીતા રબારીને આજે ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જે ઓળખતો નહીં હોય. પોતાના સૂરીલા કંઠથી ઘેલું લગાડનાર ગીતા રીબારીનો આજે ગુજરાતી સિંગિંગમાં ડંકો વાગે છે. ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલા ગીતા રબારીએ તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. જોકે ગીતા રબારીને તેમના મહેનતનું આજે ફળ મળ્યું છે. ગીતા રબારીએ હાલમાં જ નવું લેવિસ ઘર ખરીદ્યું છે. જેની તસવીરો ખુદ ગીતા રબારીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ઉંડીને આંખે વળગે એવી વાત હોય તો તે છે ઘરનું નામ.

ગીતા રબારીના નવા ઘરનું નામ VINJU’S NEST છે. ઘરનું આ નામ રાખવા પાછળનું કારણ છે ગીતા રબારીનો માતૃત્વ પ્રેમ. ગીતા રબારીના માતાનું નામ વીંજુબેન ( VINJU) છે. એટલે ગીતા રબારીએ પોતાના નવા ઘરનું નામ માતાના નામ પરથી રાખ્યું છે. આમ તેમણે VINJU’S NEST (વીંજુંનો માળો) નામ રાખી તેમની માતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે.

બહું ઓછા લોકોને ખબર હશે કે ગીતા રબારીની આજની સફળતામાં તેમની માતા વીંજુબેનનો ખૂબ ફાળો છે. માતા વીંજુબેને દીકરી ગીતાને ઘરે ઘરે કચરા-પોતા કરી દીકરીને ભણાવી હતી. દીકરીને આગળ લાવવામાં તેમણે ખૂબ ભોગ આપ્યો છે. હવે ગીતા રબારીએ પોતાની કમાણીથી ઘર લઈને તેને માતાનું નામ આપી પોતાનું ઋણ ચૂકવ્યું છે.

ગીતા રબારીની સફળતાની વાત કરીએ તો તેમની શરૂઆતનું જીવન ખૂબ સંઘર્ષ ભરેલું રહ્યું હતું. તેના પિતા કાનજીભાઈ રબારી ગાય-ભેંસો રાખીને ગુજરાન ચલાવતા હતા. પણ ગીતા રબારી 2-3 વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવો થતાં તેમને બધા પશુઓ કાઢી નાખવા પડ્યા હતા. અને પરિવાર કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ગામમાં સ્થાયી થયો હતો. ગીતા રબારીને બે ભાઈઓ હતા પરંતુ તેમનું અકાળે મૃત્યુ થયું હતું.

ગીતા રબારી ગામની સરકારી સ્કૂલે ભણવા જતા હતા. માતા વીંજુબેને ઘરે ઘરે કચરા-પોતા કરી દીકરીને ભણાવી હતી. ગીતા રબારીને બાળપણથી ગાવાનો ખૂબ શોખ હતો અને સ્કૂલમાં અવારનવાર ગીતો ગાતા હતા.

દરમિયાન આજુબાજુના ગામોમાં પોગ્રામ થતા ગીતા રબારી કાકાના દીકરા સાથે જોવા ગયા હતા. સ્કૂલમાં ગાતા હોવાથી બધાને ગીતા રબારીના સૂરીલા અવાજની ખબર હતી. આથી તેમને પોગ્રામમાં ગાવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો. જ્યાં તેમને ફી પેટે સૌ પહેલાં 500 રૂપિયા મળ્યા હતા. જે ગીતા રબારીએ તેમના માતાના હાથમાં આપ્યા હતા.

બાદમાં નજીકના ગામોમાં નાના પોગ્રામ મળવા લાગતા ગીતા રબારીએ ત્યાં ગાવાનું શરૂ કર્યું હતું. ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. 1 થી 7 પોતાના ટપ્પર ગામમાં ભણ્યા હતા અને ધો. 9 થી10 બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.

ગીતા રબારીએ સૌ પહેલું ગીત સ્કૂલમાં 26મી જાન્યુઆરના દિવસે ‘બેટી હું મે બેટી બનુગી’ ગાયું હતું. બાદમાં ગીતા રબારીએ મામાના ઘરે રહીને કરિયર આગળ વધારી હતી.

ગીતા રબારીએ કચ્છના ફેમસ સિંગર દિવાળીબેન આહિરને જોઈને ગાયિકા બનવાનું સપનું જોયું હતું. દિવાળીબેન આહિરને જોઈને જ ગીતા રબારીને સિંગર બનવાનો વધુ શોખ જાગ્યો હતો.

ગીતા રબારીની કલાને સૌ પહેલા દિનશાભાઈ ભુંગળિયાએ પારખી હતી. તેમણે ગીતા રબારીના અવાજમાં ‘એકલો રબારી’ ગીત બનાવ્યું જે સારું એવું પ્રચલિત થયું હતું. ગીતા રબારી ત્યારથી લોકોની નજરમાં આવી ગયા હતા.

ત્યાર બાદના બે મહિનામાં ગીતા રબારીએ મોટી ધમાલ મચાવી હતી. ગીતા રબારીનો ‘રોણો શેરામા’એ એવી તો ધૂમ મચાવી કે જ્યાં જુઓ ત્યાં એ ગીત જ સંભળાતું હતું. આ ગીતને યુટ્યૂબ પર અત્યાર સુધીમાં 45 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીતથી ગીતા રબારીની કિસ્મત બદલાઈ ગઈ. રાતોરાતો જાણીતા બની ગયા.

ત્યાર બાદ તો ગીતા રબારીએ અનેક હીટ ગીતો આપ્યા છે. ઘરે ઘરે જાણીતા બનેલા ગીતા રબારી આજે ગુજરાત જ નહીં ફોરેનમાં પણ કાર્યક્રમો કરે છે.

ગીતા રબારીએ પૃથ્વી રબારી સાથે લગ્ન કર્યા છે. પૃથ્વી રબારીએ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. (તસવીરો સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments