|

20 વર્ષીય મહિલાની કબરમાંથી મળ્યું હતું આ વસ્તુ, અધિકારીઓ પણ જોઈને ચોંકી ગયા

તબિન્જેનઃ પુરાતત્વ વિભાગને વિશ્વનું સૌથી જુનું આભૂષણ મળ્યું છે. આ આભૂષણ એક મહિલાની કબરમાંથી મળ્યું છે, જેને 3800 વર્ષ અગાઉ દફનાવવામાં આવી હતી. મૃત્યુના સમયે મહિલાની વય 20 વર્ષ રહી હશે. આ આભૂષણ જર્મનીના તબિન્જેનમાં મળ્યું છે. વાસ્તવમાં પુરાતત્વ વિભાગ તબિન્જેનમાં અમુક પ્રાચીન કબરોની શોધ કરી રહ્યું હતું ત્યારે જ તેમને એક કબરમાંથી આ આભૂષણ મળ્યું. એવું મનાય છે કે, આ આભૂષણ મહિલા પોતાના વાળમાં બેન્ડની જેમ ઉપયોગ કરતી હતી.

આ આભૂષણ શોધનારા પુરાતત્ત્વવિદે જણાવ્યું કે, આ આભૂષણમાં 20 ટકા ચાંદી, 2 ટકાથી ઓછું તાંબુ, પ્લેટિનમ અને ટિનના અંશ મળ્યા છે. એવું મનાય છે કે, આ નદીમાં વહીને આવનાર સોનાનું કુદરતી ધાતુ રહ્યું હશે. આ ઈંગ્લેન્ડના કોર્નવેલ વિસ્તારમાં વહેતી કારનૉન નદીમાં વહીને જર્મનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પહોંચ્યું હશે. જ્યાં આ ધાતુનો ઉપયોગ આભૂષણ તરીકે કરાયો હતો.

પુરાતત્ત્વવિદોએ જણાવ્યું કે, તે સમયે દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં આવી કિંમતી ધાતુ મળવી દુર્લભ મનાતું હતું. જર્મનીના તબિન્જેનમાં આભૂષણ મળવું એ દર્શાવે છે કે તે સમયે બ્રિટન અને ફ્રાન્સના સાંસ્કૃતિક સમૂહોની અસર જોવા મળતી હતી. આ સમૂહો દ્વારા બીજી સદીમાં મધ્ય યુરોપ પર પોતાની અસર છોડી હતી. આ 20 વર્ષીય મહિલાની કબર જોતા ખબર પડી કે તેનું માથું દક્ષિણ તરફ હતું. આ કબર પ્રી-હિસ્ટોરિક પહાડી પર બનેલા કબ્રસ્તાન પાસે આવેલી છે.

યુનિવર્સિટી ઓફ તબિન્જેનમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રીહિસ્ટ્રી એન્ડ મેડિવલ આર્કિયોલોજીના પ્રોફેસર રાઈકો ક્રોસે જણાવ્યું કે, ‘અમે તે મહિલાના અવશેષોની તપાસ કરી તો તેને કોઈ ઈજા કે બીમારી ના હોવાની માહિતી મળી. તેથી તેનું મોત કેવી રીતે થયું તે જાણી શકાયું નહીં.’ રાઈકો ક્રોસ અને જોર્ગ બેફિંગરે આ શોધનું નેતૃત્ત્વ કર્યું હતું.

આ શોધથી જાણી શકાય છે કે, મહિલા ઉચ્ચ વર્ગમાંથી આવતી હશે. પુરાતત્ત્વવિદોએ રેડિયોકાર્બન ડેટિંગ થકી મહિલાની વય જાણવાનો પ્રયાસ કર્યો. તેનાથી મહિલા 1650 થી 1700 ઈસ્વીસન પૂર્વે મરી હશે. જર્મનીના ઈતિહાસમાં એવો કોઈ દસ્તાવેજ નથી જેમાં જર્મનીમાં સોનું મળ્યાના પુરાવા મળ્યા. ના તો કોઈ કબ્રસ્તાનનો ઈતિહાસ મળ્યો છે.

પુરાતત્ત્વવિદોએ જણાવ્યું કે, આ મહિલાની કોઈ ઓળખ નથી થઈ શકી કારણ કે જર્મની અથવા તબિન્જેનમાં પ્રાચીન ઈતિહાસના કોઈ દસ્તાવેજ નથી મળ્યા. આ શોધ અંગે 21 નેવા એક જનરલમાં રિપોર્ટ પબ્લિશ કરાયો હતો. આ આભૂષણ ગત વર્ષે મળ્યું હતું પરંતુ તેનો અભ્યાસ કરી તેનો રિપોર્ટ પબ્લિશ કરવામા 1 વર્ષનો સમય લાગ્યો.

આ અગાઉ 2016માં બુલ્ગારિયામાં પુરાતત્ત્વવિદોએ 4500-4600 ઈસ્વીસન પૂર્વેના આભૂષણની શોધ કરી હતી. તે તાંબા યુગના 200 વર્ષ પહેલાનું હતું. જે બુલ્ગારિયાના બ્લેક સી પાસેના વર્ના શહેરથી મળ્યું હતું. જોકે પ્રોસેસ્ડ ગોલ્ડની વર્ષ 1972માં શોધ કરવામા આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.