બિઝનેસમેનની મોડેલ પત્નીએ અજાણ્યા યુવક સાથે સમય ગુજાર્યો, આટલા રૂપિયા ચાર્જ લીધો

એક અબજપતિ બિઝનેસમેનની પત્ની પોતાના એક અજાણ્યા ફેનને ડેટ પર લઈ ગઈ હતી. તેના બદલામાં બિઝેનેસમેનની પત્નીએ અજાણ્યા શખસ પાસેથી અંદાજે અઢી લાખ રૂપિયા ચાર્જ કર્યો હતો. પત્નીએ ખુદ આવું કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

મેરિસોલ યોટ્ટા નામની મોડેલે જર્મનીના અબજપતિ બિઝનેસમેન બાસ્ટિયન યોટ્ટા સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. મોડેલ મેરિસોલ યોટ્ટા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્વિટ રહે છે, તેના અંદાજે 5 લાખ ફોલોવર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર એડલ્ટ ફોટો મૂકતી રહે છે.

મેરિસોલ યોટ્ટાએ જણાવ્યું કે સોશ્યલ મીડિયાને લઈને તે તેના પતિ સાથે કોમ્પિટિશન કરી રહી હતી. બંનેએ શરતી લગાવી હતી કે ઈન્સ્ટાગ્રામ પર કોના વધુ ફેન્સ બને છે અને પહેલા મહિને કોણ વધુ કમાણી કરે છે. ત્યાર પછી મોડેલે એક અજાણ્યા ફેનને અઢી લાખ રૂપિયા ચાર્જ કર્યો અને તેની સાથે ડેટ પર ગઈ હતી અને સુંદર પળ વિતાવી હતી.

જર્મનીનો અબજપતિ બિઝનેસમેન બાસ્ટિયન યોટ્ટા ખૂબ જ લક્ઝુરિયર્સ લાઈફ જીવવા માટે ફેમસ છે. બાસ્ટિયન યોટ્ટા અનેક પ્રકારના મશીન બનાવે છે, જેમાં વજન ઓછું કરતું મશીન MindSlimming પણ સામેલ છે. Yotta Life નામથી તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જ્યાં તેઓ પોતાના શાનદાર ફોટો પબ્લિશ કરે છે.

જર્મનીમાં રહેતી વખતે બાસ્ટિયન યોટ્ટાને પોતાની ગ્લેમર્સ લાઈફના કારણે મુશ્કેલી આવી રહી હતી, જેના કારણે તેણે અમેરિકા શિફ્ટ થયો હતો. તેણે કહ્યું કે જર્મનીમાં લોકો તેની ઈર્ષ્યા થતી હતી અને તેની લાઈફસ્ટાઈલ પર સવાલ ઉઠાવી રહ્યા હતા.

બાસ્ટિયન યોટ્ટાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકો હોલિડે પર જાય છે, જ્યારે તેની પાસે હોલિલાઈફ છે. કેમ કે તેને રોજ હોલિડે હોય છે. તેણે કહ્યું કે તે એ વાતની ચિંતા નથી કરતો કે એક સાંજે 8 લાખ રૂપિયા ખર્ચ થયો કે 15 લાખ રૂપિયા.

Similar Posts