Head Tag: Body Tag:

જાહેરમાં કારે ફિલ્મી સ્ટાઈલમાં યુવકને હવામાં ઉછાળ્યો, જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મસૂરીમાં એનએચ-9 માં આવેલ હાઈટેક કૉલેજની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે વર્ચસ્વ માટે બુધવારે બહુ મોટું ઘર્ષણ થયું. બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓ વચ્ચે કૉલેજની બહાર થયેલ ઘર્ષણમાં એક દળના વિદ્યાર્થીને બચાવવા આવેલ તેના સાથીનો અનિયંત્રિત કાર સાથે જબરદસ્ત એક્સિડન્ટ થયો. હોન્ડા સિટી કાર સાથે થયેલ ટક્કરમાં તે હવામાં ઉછળ્યો અને પહેલાં બોનેટ પર અને પછી રસ્તા પર પડ્યો. તે બચીને ભાગવા લાગ્યો તો, બીજા દળના વિદ્યાર્થીઓએ તેને પકડીને બરાબરનો મારવાનો શરૂ કરી દીધો. જાહેરમાં ગુંડાગર્દી અને સંઘર્ષનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. પોલીસે બંને પક્ષના વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે અને કારને પણ સીઝ કરી દીધી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વર્ચસ્વ માટે બીબીએ દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ બીસીએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે વિવાદ થયો હતો. આ વિવાદ ઘણા દિવસોથી ચાલતો હતો.

બુધવારે તો આ બંને દળો વચ્ચે પહેલાં તો કૉલેજમાં વિવાદ થયો. ત્યારબાદ સાંજે એનએચ-9 પર મારપીટ થઈ. વિદ્યાર્થીઓના એક પક્ષે પોતાના સાથીઓને બોલાવ્યા. બીબીએના છાત્રોના સાથી ફોર્ચ્યૂનર કારમાં બેસીને આવ્યા હતા અને બીજા ગૃપના વિદ્યાર્થીઓને મારવા લાગ્યા. આ જ સમયે બીજા દળના સાથીઓ હોન્ડા સિટી કારમાં પહોંચ્યા.

હડબડાટમાં તેણે પોતાના જ એક સાથીએ ટક્કર મારી. કારની ટક્કરથી ઘાયલ થયેલ વિદ્યાર્થીનું કહેવું છે કે, હોંડા સિટી કારમાં સવાર લોકોને તેણે મદદ માટે બોલાવ્યા હતા, પરંતુ બ્રેક ન લાગવાના કારણે એક્સિડન્ટ થઈ ગયો.

ગ્રામીણ એસપી ડૉ. ઈર્જન રાજાનું કહેવું છે કે, કૉલેજના વિદ્યાર્થીઓમાં મારપીટની ઘટના જોવા મળી છે. બંને પક્ષોના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે. હોંડા સિટી કારને સીઝ કરી દેવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, બંને દળના છ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. બંને પક્ષો તરફથી કોઈ ફરિયાદ મળી નથી, તેઓ એફઆઈઆર નોંધાવવાની ના પાડી રહ્યા છે. પોલીસ દ્વારા રિપોર્ટ કરી કાર્યવાહી કરવામાં આવશે.

હાઈટેક કૉલેજની શિસ્ત સમિતીના પ્રભારી અમિત શર્માનું કહેવું છે કે, ઘટના કૉલેજની બહારની છે. આ હાઈટેક કૉલેજના વિદ્યાર્થી નહોંતા, આઉટ સાઈડર હતા.