અચાનક જ અકાઉન્ટમાં જમા થયા કરોડો રૂપિયા, યુવતીએ ખર્ચી નાખ્યા ને પછી

બેંકની ભૂલના કારણે એક છોકરીને કરોડો રૂપિયાની શોપિંગ કરવાની તક મળી ગઈ. તેણે તેના ખાતામાંથી 18 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે તેના અકાઉન્ટમાં એટલા રૂપિયા હતા પણ નહીં. વાસ્તવમાં બેન્કે ભૂલથી અનલિમિટેડ ઓવરડ્રાફ્ટ કરી દીધો હતો.

ઉલ્લેખનિય છે કે, ઓવરડ્રાફ્ટ એક ફાઈનેન્શિયલ સુવિધા છે. આ દ્વારા તમે તમારા બેન્ક અકાઉન્ટમાંથી ત્યારે પણ પૈસા કાઢી શકો છો, જ્યારે તેમાં પૈસા ન હોય. આ એક પ્રકારની શૉર્ટ-ટર્મ લોન છે, જેની ચૂકવણી એક નિશ્ચિત સમયમાં કરવાની હોય છે. ઑસ્ટ્રેલિયાની Westpack Bank એ ક્રિસ્ટીન જિયાક્સિન નામની એક છાત્રાને ભૂલથી આ જ ઓવરડ્રાફ્ટની સુવિધા આપી દીધી અને તે પણ અનલિમિટેડ.

21 વર્ષની ક્રિસ્ટીન મૂળ મલેશિયાની રહેવાસી છે, ઑસ્ટ્રેલિયાના સિડનીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનું ભણવા ગઈ હતી. આ દરમિયાન Westpac બેન્કે ભૂલથી ક્રિસ્ટીનના અકાઉન્ટમાં અમર્યાદિત ઓવરડ્રાફ્ટની સુવિધા આપી દીધી.

બેન્કને જણાવ્યા વગર શૉપિંગમાં ઉડાડી દીધા પૈસા!
ક્રિસ્ટિનને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેણે બેન્કને આ અંગે માહિતી આપવાની જગ્યાએ પૈસા ઉડાવવાના શરૂ કરી દીધા. ક્રિસ્ટીને જ્વેલરી, પાર્ટી, હરવા-ફરવા, ડિઝાઇનર હેન્ડબેગમાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. તે લગ્ઝરી લાઈફ જીવવા લાગી. એટલું જ નહીં ક્રિસ્ટીને એક મોંઘો અપાર્ટમેન્ટ પણ લઈ લીધો. સાથે-સાથે લગભગ અઢી લાખ રૂપિયા પોતાના જ બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા.

ધ સનના કણાવ્યા અનુસાર, લગભગ 11 મહિના સુધી ક્રિસ્ટીન આ ગફલું કરતી રહી અને પૈસા ઉડાવતી રહી. જ્યારે આ વાતનો ખુલાસો થયો ત્યારે ક્રિસ્ટીનની ધરપકડ કરી લેવામાં આવી. પરંતુ આ કેસ જ્યારે કૉર્ટમાં પહોંચ્યો ત્યારે ક્રિસ્ટીન પર લગાવવામાં આવેલ બધાજ આરોપ નકારી દેવામાં આવ્યા. તેને રહસ્યમય રીતે છોડી દેવામાં આવી.

પોતાની સફાઈમાં ક્રિસ્ટીને કહ્યું કે, મને લાગ્યું કે, મારા માતા-પિતાએ મારા બેન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. તો તેના વકીલે તર્ક આપ્યો કે, ક્રિસ્ટીન આ દગાની દોષી નથી, કારણકે ભૂલ બેન્કે કરી હતી. ક્રિસ્ટીનના પ્રેમી વિંસેન્ટ કિંગે દાવો કર્યો છે કે, ક્રિસ્ટીન પાસે આટલી મોટી રકમ હતી તેની તેને ખબર નહોંતી.

ત્યારબાદ ક્રિસ્ટીન સિડનીથી પોતાના ઘરે મલેશિયા જતી રહી છે. જોકે, તપાસ એજન્સીઓએ ક્રિસ્ટીન પાસેથી 9 કરોડ કરતાં વધુની સંપત્તિ રિકવર કરી લીધી હતી.

Similar Posts