લખનઉના કૈસરબાગની હોટેલ જસ્ટ 9 ઈનમાં રોકાયેલ 26 વર્ષની યુવતીનું સંદિગ્ધ હાલતમાં મૃત્યુ થયું છે. તેનું અર્ધનગ્ન શબ ઓરડાના બાથરૂમમાં હેન્ગરના સહારે ગમછાના ફંદા પર લટકેલું જોવા મળ્યું. સૂચના મળતાં જ ત્યાં પહોંચેલ પોલીસે તપાસ શરૂ કરી તો, જાણવા મળ્યું કે, પ્રેમી સાથે હોટેલમાં પહોંચેલી યુવતીએ રવિવારે એક રૂમ બુક કરી હતી. ત્યારબાદ સોમવારે મોડી રાત્રે બીજી એક રૂમ મિત્ર માટે બુક કરાવી હતી. આ જ ઓરડામાં યુવતીનું શબ મળ્યું છે અને મિત્ર ત્યાંથી ભાગી ગયો છે. તો યુવતીના પ્રેમીને પોલીસે પકડી લીધો છે.
આશંકા છે કે, યુવતીની હત્યા કરવામાં આવી છે. આ બાબતે હોટેલના સંચાલક પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ બુધવારે ડૉક્ટરોની પેનલ પાસે શબનું પોસ્ટમોર્ટમ કરાવશે. કેસરબાગના બાંસમંડીમાં આવેલ હોટલ 9 જસ્ટ ઈનના સંચાલક બલરામ વર્માના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે પ્રેમી સાથે આવેલ યુવતીએ હોટેલમાં 901 નંબરનો રૂમ બુક કરાવ્યો હતો.
પ્રેમી નિતિન દ્વિવેદી સુશાંત ગોલ્ફ સિટીનો રહેવાસી છે. યુવતી તેની જ સાથે રૂમમાં રોકાઈ હતી. 12 સપ્ટેમ્બરે રાત્રે 12 વાગે આલમબાગમાં રહેતા સુશીલ કુમાર જાયસવાલ માટે 924 નંબરનો રૂમ બુક કર્યો.
યુવતીએ હોટેલ સંચાલકને જણાવ્યું કે, 924 નંબરની રૂમમાં રહેનાર મારો મિત્ર છે અને મારું એ રૂમમાં પણ આવવા-જવાનું રહેશે. ત્યારબાદ તેણે ખાવાનો ઓર્ડર આપ્યો અને એક થાળી 901 અને એક થાળી 924 માં મોકલવામાં આવી.
સવારે સાત વાગે નીકળી ગયો સુશીલ
મંગળવારે સવારે લગભગ સાત વાગે 924 નંબરની રૂમમાં રોકાયેલ મિત્ર સુશીલ કુમાર રિસેપ્શન પર એમ કહીને નીકળી ગયો કે, તે થોડી વારમાં આવશે. યુવતી તેના રૂમમાં જ હતી. 901 માં રોકાયેલ પ્રેમી નિતિને સુશીલ ગયો ત્યારબાદ સવારે યુવતીના મોબાઈલ પર ઘણીવાર કૉલ કર્યા, થોડીવાર બાદ કૉલ કૉલ સુશીલે રિસીવ કર્યો અને યુવતી બાથરૂમમાં છે એમ કહી તે નીકળી ગયો.
ઘણીવાર થવા છતાં પ્રેમિકા ન આવી તો નિતિન પોતાના રૂમમાંથી નીકળી 924 માં ગયો તો રૂમમાં કોઈ નહોંતું, અને બાથરૂમ પણ અંદરથી બંધ હતું. ઘણીવાત બૂમો પાડવા છતાં જવાબ ન મળતાં તેણે હોટેલ સ્ટાફને માહિતી આપી.
ત્યારબાદ નિતિન અને હોટેલના કર્મચારીઓએ બાથરૂમનો દરવાજો તોડ્યો તો અંદર યુવતીની લાશ પડી હતી. તેની સૂચના હોટેલ સ્ટાફે કેસરબાગ પોલીસને આપી. એડીસીપી પશ્ચિમ ચિરંજીવ નાથ સિન્હાના જણાવ્યા અનુસાર, પોસ્ટમાર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પ્રેમીની અટકાયત કરી તેની પૂછપરછ ચાલું છે.
અર્ધ નગ્ન શબ, ગળામાં હતો ગમછો
રૂમ નંબત 924 ના બાથરૂમમાં મળેલ યુવતીનું શબ અર્ધનગ્ન હાલતમાં હતું. ગળામાં ગમછો બાંધેલો હતો. તેનાથી આશંકા છે કે, રેપ બાદ તેની હત્યા કરવામાં આવી છે. જોકે પોલીસે બુધવારે ત્રણ ડૉક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે એમ કહ્યું છે, યુવતીની બેગમાં મળેલ આધાર કાર્ડમાંથી ખબર પડી છે કે, તે ગુરૂદ્વારા રોડ બાસમંડીની રહેવાસી છે.
તો ભાગી ગયેલ મિત્ર સુશીલ કુમાર મૂળ સુલતાનપુરનો રહેવાસી છે. ફોરેન્સિક ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. એડીસીપીના જણાવ્યા અનુસાર, ભાગી ગયેલ યુવાનની શોધ ચાલું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી ત્યાં ઈંદિરાનગરમાં એક પીજીમાં રહેતી હતી.