રામની કુંડળીમાં ગજકેસરી યોગ હતો છતાંય 14 વર્ષનો વનવાસ કેમ આવ્યો નસીબમાં?

Featured Religion

અમદાવાદઃ આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. બુરાઈની પર સારાની જીત છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. જોકે, તમને ક્યારેય એ વિચાર આવે છે કે શ્રીરામને શા માટે વનવાસ ભોગવવો પડ્યો હતો અને અતિ જ્ઞાની રાવણનો અંત શા માટે આવો થયો હતો. આજે અમે શ્રીરામ તથા રાવણની કુંડળીનું વિશ્લેષણ આ જાણવાનો પ્રયાસ કરીશું.

ભગવાન રામની કુંડળીનું વિશ્લેષણઃ શ્રીરામનો જન્મ કર્ક લગ્ન તથા કર્ક રાશિમાં થયો હતો. તેમના જન્મના સમય લગ્નમાં જ ગુરુ તથા ચંદ્ર, ત્રીજા પરાક્રમ ભાવમાં રાહુ, ચતુર્થ ભાવમાં શનિ, સાતમા પત્ની ભાવમાં મંગળ હતો. નવમા ભાવમાં ઉચ્ચ રાશિ ગતિ શુક્રની સાથે કેતુ, દસમા ભાવમાં ઉચ્ચ રાશિનો સૂર્ય તથા અગિયારમાં ભાવમાં બુધ હતો.
રાવણની કુંડળીનું વિશ્લેષણઃ રાવણની જન્મકુંડળી સિંહ લગ્નની હતી, ક્યારેક રાવણની જન્મ કુંડળીને તુલા લગ્નમાં જન્મ લેવાની વાત પણ થાય છે પરંતુ સિંહ લગ્નની કુંડળીનો પ્રભાવ રાવણના જીવનમાં સૌથી વધુ રહ્યો છે. અંતે, જ્યોતિષના વિદ્વાનોએ રાવણની જન્મકુંડળીને સિંહ લગ્ન જ માને છે. રાવણની કુંડળીના લગ્નમાં સૂર્ય-ગુરુ, બીજા ભાવમાં ઉચ્ચ રાશિ પર બુધ, ત્રીજા પરાક્રમ ભાવમાં ઉચ્ચ રાશિમાં શનિ, પાંચમા વિદ્યા ભાવમાં રાહુ છે. છઠ્ઠા ભાવમાં મંગળ, અગિયારમાં લાભ ભાવમાં કેતુ તથા બારમા ભાવમાં ઉચ્ચ રાશિમાં શનિ હતો.

બંને કુંડળીઓમાં મોટા-મોટા યોગઃ

 • – શ્રીરામની કુંડળીમાં ગ્રહોના યોગઃ
  શ્રીરામની કુંડળીમાં ગજકેસરી યોગ, હંસ યોગ, શશક યોગ, મહાબલી યોગ, રૂચક યોગ, માલવ્ય યોગ, કુલદીપક યોગ, કીર્તિ યોગ સહિતના યોગોની ભરમાર હતી. યોગ પર ધ્યાન આપીએ તો ચંદ્ર તથા ગુરુ એક સાથે હોવાથી જાતક ધર્મ તથા વીર વેદાંતમાં રસ ધરાવે છે. ગુરુનો પાંચમો વિદ્યા ભાવ પર અમૃત દ્રષ્ટિ, સપ્તમ પત્ની ભાવ પર માર્ગ દ્રષ્ટિ, નવમા ભાગ્ય ભાવ પર અમૃત દ્રષ્ટિ પડી હતી. જેને કારણે ભગવાનની કીર્તિ તથા ભાગ્યોદય 16ની ઉંમરથી શરૂ થયો હતો. પૂર્ણ ભાગ્યોદય 25 વર્ષથી શરૂ થયો હતો.
 • – કુંડળીમાં શનિની અસરઃ
  પરાક્રમ ભાવમાં ઉચ્ચ રાશિગત રાહુ જાતકને શત્રુમર્દી તથા પરાક્રમી બનાવે છે. ચોથાભાવમાં ઉચ્ચ રાશિનો શનિદેવ પણ ચક્રવર્તી યોગ બનાવ્યો હતો. માતાને શનિ હોવાથી માતૃસુખ ઓછુ મળ્યું હતું. જ્યારે કુંડળીમાં બનેલા અન્ય યોગ પરમ શુભફળ આપનારા રહ્યાં હતાં. પત્નીભાવ ગુરુ નીચનો તથા મારક દ્રષ્ટિ અને મંગળ ઉચ્ચ રાશિનો હોવાથી દામ્પત્ય જીવન સારી રીતે ભોગવી શકાતું નથી. આથી જ શ્રીરામનું લગ્નજીવન અલ્પ સમયનું હતું.
 • – કુંડળીમાં શુક્ર તથા સૂર્યનો પ્રભાવઃ
  ભૌતિક સુખના કારક શુક્ર કેતુ સાથે હોવાથી તથા રાહુની દ્રષ્ટિનું પરિણામ એ આવ્યું કે ભગવાન ભૌતિક સુખ સુવિધાથી દૂર રહ્યાં હતાં. સૂર્યનો દસમો ભાવ તથા શનિનો ચતુર્થ માતાના ભાવમાં હોવાથી પરસ્પર એકબીજાના માર્ગ દ્રષ્ટિના પરિણામને કારણે ભગવાને પિતૃ વિયોગ વધુ સહન કર્યો. મંગળ તથા શનિદેવે ભગવાનનું જીવન અતિ સંઘર્ષમય બનાવ્યું, જેથી આપણે રામને બહુ હસતા જોયા નથી.
 • – રાવણની કુંડળીમાં યોગઃ
  લંકાપતિ રાવણની જન્મકુંડળીમાં સૂર્ય, બુધ, શનિ, મંગળ તથા ચંદ્રમા પોત-પોતાના ઉચ્ચ ભાવમાં બેઠા હતા. રાવણની જન્મકુંડળીમાં જેટલા પણ ગ્રહ પોત-પોતાના ઘરમાં બેઠા હતાં, તેઓ શુભ પ્રભાવમાં વધારો કરતાં હતાં. આને કારણે સૂર્ય તથા ગુરુના પ્રભાવને કારણે રાવણ મહાજ્ઞાની હતો. જોકે, પાંચમા વિદ્યા ભાવમાં રાહુ ગ્રસિત હતો, જેને કારણે સંતાન સંબંધિત ચિંતા રહેતી હતી.
 • – રાવણની કુંડળીમાં રાહુઃ
  જાતક બુદ્ધિનો પ્રયોગ ખોટી રીતે તથા અનૈતિક કાર્યમાં કરે છે. જો કોઈની કુંડળીમાં વિદ્યા ભાવમાં રાહુ હોય તથા શત્રુલક્ષી હોય તો વ્યક્તિ પોતાનો વિવેક ચૂકી જાય છે. મોટા-મોટા ગ્રહો હોવા છતાંય રાહુએ રાવણની બુદ્ધિ ભ્રમિત કરી નાખી હતી અને તેથી જ રાવણનું પતન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *