Thursday, April 18, 2024
Google search engine
HomeBusinessસોનું આજે નવી ઉંચાઈ સાથે 38,950 રૂપિયા પહોંચ્યું, દિવાળી સુધીમાં 40,000ની ક્રોસ...

સોનું આજે નવી ઉંચાઈ સાથે 38,950 રૂપિયા પહોંચ્યું, દિવાળી સુધીમાં 40,000ની ક્રોસ કરે તેવી શક્યતા

અમદાવાદઃ દેશમાં હાલ સોનાની બોલબાલા છે. છેલ્લા 10 દિવસથી સોનાનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓમાં તેજી આવવાને કારણે સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આ ભાવ દિવાળી સુધીમાં 40,000 રૂપિયાની પાર પહોંચે તેવી શક્યતા છે.

આજે અમદાવાદના બજારમાં 24 કેરટ સોનાનો 10 ગ્રામનો ભાવ 38,800થી 950 રૂપિયા(3% જીએસટી સાથે) થયો છે. જ્યારે 1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ 44,300(3% જીએસટી સાથે) છે. 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 36,500 છે.

ટ્રેડવોર બાદ હવે કરન્સી વોર સર્જાતા સેફહેવન સોનામાં આક્રમક તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની નવી ટોચે 1515 ડોલરની સપાટી કુદાવતાની સાથે સોમવારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ વધુ 400 ઉંચકાઇ 38,900ની નવી ટોચે પહોંચી ગયું હતું. જ્યારે ચાંદી 500 ઉછળી 43,500એ પહોંચી હતી.

કેમ સોનાના ભાવમાં થઈ રહ્યો વધારો?

સુત્રો પ્રમાણે, લંડન અને ન્યૂયોર્કમાં સાના હાજિર 6.65 ડોલર વધીને 1,502.95 ડોલર પ્રતિ અંશ પર પહોંચી ગયો છે. ઓક્ટોબરનો અમેરિકાનો સોનાનો વાયદો પણ 4.80 ડોલરના વધારા સાથે 1,506.80 ડોલર પ્રતિ અંશ બોલવામાં આવ્યો છે. બજાર નિષ્ણાંતોનાં જણાવ્યા પ્રમાણે, ચીન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનું સમાધાન ન થાય ત્યાં સુધી રોકાણકારો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરી રહ્યાં છે.

રોકાણ માટે સોનાને શેરબજાર કરતાં સુરક્ષિત માનવામાં આવે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતોના કારણે પણ રોકાણકારોનો વિશ્વાસ શેરબજારમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી હાજિર પણ 0.05 ડોલરના વધારા સાથે 16.98 ડોલર પ્રતિ અંશે પહોંચી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling site and won a considerable sum of cash. However, afterward, my mom fell gravely sick, and I needed to take out some money from my account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I kindly request your assistance in reporting this issue with the site. Please aid me in seeking justice, to ensure others won’t endure the anguish I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

  2. I participated on this gambling site and secured a significant amount of cash. However, eventually, my mom fell gravely sick, and I required to withdraw some money from my wallet. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the online casino. I kindly request your assistance in reporting this issue with the site. Please assist me to find justice, to ensure others do not face the pain I’m facing today, and prevent them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page