27 મહિલાઓને આપી સોનાની ચૂંક, પિતા અમદાવાદમાં દાખલ છતાં રાજકોટમાં ન તૂટવા દીધી પરંપરા

Gujarat

રાજકોટ: બેટી બચાવો બેટી પઢાઓની વાતો તો ઘણી કરવામાં આવે છે પરંતુ તેના માટે સમાજમાં લોકો દ્વારા નક્કર કામ પણ થવા જરૂરી છે. આવું જ એક સેવાભાવી કામ રાજકોટના કોર્પોરેટર વિજય વાંક કરી રહ્યા છે. વિજય વાંક દર વર્ષે મહિલા દિને જન્મેલી બાળકીઓને સાનાની ચૂંક અને ગુલાબનું ફૂલ ભેટમાં આપે છે. મહિલા દિને વિજય વાંક દ્વારા કરવામાં આવતી આ સમાજ સેવા અવિરત રહી છે.

આ વર્ષે એવું બન્યું કે વિજયભાઇના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હોવાથી તેઓ અમદાવાદ હતાં.

આંતરરાષ્ટ્રીય મહિલા દિને તેઓ પોતાની પરંપરા જાળવી રાખવા માંગતા હતાં. પરંતુ પિતાની સારવાર માટે તેઓને અમદાવાદ હોસ્પિટલમાં હાજર રહેવું પણ જરૂરી હતું. આ બધા વચ્ચે પણ વિજય વાંકે તેઓની પરંપરા જાળવી રાખી હતી.

તેમણે પોતાના પુત્ર અને સિવિલ હોસ્પિટલ અને પદ્યકુંવરબા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતો અને મહિલા દિને જન્મેલ બાળકીઓને સાનાની ચૂંક અને ગુલાબની ભેટ આપવામાં આવી હતી.

મહિલા દિને તેમના દ્વારા કુલ 27 દીકરીઓને સાનાની ચૂંક અને ગુલાબનું ફૂલ આપીને વધાવવામાં આવી હતી.

આમ મુશ્કેલ સ્થિતિમાં પણ વિજયભાઇને દીકરીઓને વધાવવાની પરંપરા જાણવી રાખી હતી.

વિજયભાઇ વતી તેમના પુત્રએ હોસ્પિટલમાં જઈને મહિલાઓને સોનાની ચૂંકનું વિતરણ કર્યું હતું.

વિજયભાઈના આ પગલાંના ચારેતરફ વખાણ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *