Monday, April 15, 2024
Google search engine
HomeInternationalગૂગલ અર્થથી શોધી એવી ખતરનાક જગ્યા, જ્યાં ભૂતની જેમ ઊભા છે માણસો

ગૂગલ અર્થથી શોધી એવી ખતરનાક જગ્યા, જ્યાં ભૂતની જેમ ઊભા છે માણસો

ગૂગલ અર્થ એપ્લિકેશન યૂઝ કરનારા એક વ્યક્તિએ વિચિત્ર શોધ કરી છે. જેમાં સૂમસામ ઘોસ્ટ ટાઉન વિસ્તારમાં ગોળાકારમાં કેટલાક લોકો ભેગા થઈને ઊભેલા જોવા મળ્યા છે. એક વેબસાઇટ મુજબ, સોશિયલ મીડિયામાં એક યૂઝર જેસન ક્લાઇને કહ્યું કે, એપ પર સ્ક્રોલિંગ દરમિયાન ખૂબ જ વિચિત્ર વસ્તુ જોવા મળી હતી. તે યૂએસ ટેટેટરીમાં ગૂગલ અર્થ એપ્લિકેશન દ્રારા જોઈ રહ્યો હતો.

ગૂગલ અર્થમાં દેખાયો વિચિત્ર વિસ્તાર
તેણે એપ પર નેવાદા રાજ્યમાં આવતા એક વિસ્તારના ફૂટેજ જોયાં હતાં. જેના પર લગભગ 17 મિલિયન એટલે કે 1 કરોડ 70 લાખ વ્યૂ હતાં. યુવકે કહ્યું કે, તમે સૂમસામ વિસ્તાર પર કંઈક આ રીતે જઈ શકો છો, અહીં ઝૂમ કરવું અને એકવાર ઝૂમ કરીને પહોંચ્યા પછી તમે એક સર્કલવાળા ઓબ્જેક્ટ્સને જોઈ શકશો જે એક થંબ પ્રિન્ટની જેમ દેખાતો વિસ્તાર છે.

વીડિયો જોઈને હેરાન થયો યુવક
જેસને જણાવ્યું કે, આ જગ્યા ખૂબ જ હેરાન કરનારી છે. તમને શું દેખાશે તે હું જણાવી શકતો નથી અને હું સમજી પણ શક્યો નથી. હું વિચારી રહ્યો છું કે, મારે આ જોવાનું જ નહોતું.

જેવું તેને મેપ પર પિન કર્યું અને સ્ટ્રીટ વ્યૂવાળા ઓપ્શનમાં ગયાં પછી જોયું કે, મેદાનની બાજુમાં એક ઘર છે, જેમાં જમીન પર ગોળાકાર નિશાન છે. એટલું જ નહીં, ત્યાં કેટલાક લોકોની જેમ મૂર્તિઓ ઊભેલી છે. જે ખૂબ જ ડરામણી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page