Sunday, April 14, 2024
Google search engine
HomeNationalદીકરી પર રેપ ગુજારનાર આરોપીને જાહેરમાં પિતાએ આપ્યું ધ્રુજાવી દેતું મોત, જણાવ્યું...

દીકરી પર રેપ ગુજારનાર આરોપીને જાહેરમાં પિતાએ આપ્યું ધ્રુજાવી દેતું મોત, જણાવ્યું હત્યાનું કારણ

એક નિવૃત ફોજીએ તેની સગીર વયની દીકરી પર રેપ ગુજારનાર આરોપીને ધ્રુજાવી દેતું મોત આપ્યું હતું પિતાએ રેપના આરોપીને કોર્ટના દરવાજા પાસે જ ગોળીઓ ધરબી દીધી હતી. દીકરી પર બળાત્કાર ગુજારનાર આરોપીની હત્યા બાદ નિવૃત ફોજીએ કહ્યું હતું કે ”મને આ હત્યા પર કોઈ પછતાવો નથી. દીકરીના અપમાનનો બદલો લીધો છે. રુંધાઈ રુધાઈને જીવવા કરતાં જેલમાં રહેવું સારું. હવે ફાંસીએ ચડવું પણ મંજૂર છે.”

નોંધનીય છે કે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ગઈ કાલે રેપના આરોપી દિલશાદ હુસૈનની કોર્ટના ગેટ પાસે જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીને જેના પર રેપ થયો હતો એ દીકરીના પિતાએ જ પતાવી દીધો હતો. રેપ આચનાર દિલશાદ હુસૈન જામીન પર હતો અને તે કેસની પહેલી તારીખ પર કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો. દીકરીના રેપિસ્ટને જોતા જ પિતાએ ધડાધડ ગોળીઓ છોડીને આરોપીને રહેંસી નાખ્યો હતો.

પોલીસે હત્યાના આરોપી દુષ્કર્મ પીડિતાના પિતાનું નિવેદન નોંધી લીધું છે. જે મુજબ તેણે કહ્યું હતું કે ”સમાજની વાત સાંભળીને એટલો પરેશાન થઈ ગયો હતો કે આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગ્યો હતો. દરમિયાન જામીન પર છૂટેલા દિલશાદની હરકતોએ મારી પરેશાનીને ગુસ્સામાં ફેરવી નાખી હતી. આત્મહત્યા કરવાથી પરિવારનુ ભવિષ્ય ખરાબ થશે એટલે વિચાર બદલી નાખ્યો. એવું વિચાર્યું કે સમસ્યાનું કારણ છે તેને જ કેમ ધરમૂળથી ખતમ ન કરી દવ. એટલે તેની હત્યા કરી નાખી. મને દિલશાદની હત્યા પર કોઈ પછતાવો નથી. રુંધાઈ રુધાઈને જીવવા કરતાં જેલમાં રહેવું સારું. હવે ફાંસીએ ચડવું પણ મંજૂર છે.”

હત્યાના આરોપી નિવૃત ફોજીએ જણાવ્યું હતું કે ”દિલશાદ જેલમાં હતો ત્યારે સ્થિતિ બરોબર હતી. જેલમાંથી બહાર આવતાં જ તે મને અને મારી દીકરીને હેરાન કરવા લાગ્યો હતો. ક્યારેક ઘરની બહાર આવીને જોર જોરથી ચીસો પાડતો ક્યારેક કંઈક બીજી હરકત કરતો હતો. દીકીરીની અપમાનનો બદલો લીધો છે. હવે દીકરી અને પરિવારને કોઈ પરેશાન નહીં કરે.”

પોલીસે હત્યા કરનાર નિવૃત જવાન પાસેથી લાયસન્સવાળી પિસ્તોલ જપ્ત કરી છે. પોલીસે શુક્રવાર રાત્રે જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં જણાવા મળ્યું હતું કે દિલશાદ હુસૈનના માથામાં બે ગોળી મારવામાં આવી હતી. ઘટનાસ્થળેથી પોલીસે બે કારતૂસના ખોખા પણ જપ્ત કર્યા છે.

ધોળાદિવસે બનેલી ઘટનાથી હડકંપ મચી ગયો
કોર્ટમાં ધોળા દિવસે બનેલી ઘટનાથી હડકંપ મચી ગયો હતો. હત્યાનો આરોપી ગોરખબપુરના બડહલગંજ વિસ્તારનો રહેવાસી છે. જ્યારે મોતને ભેટનાર દિલશાદ હુસૈન બિહારનો રહેવાશી છે. પોલીસે હત્યાના આરોપીને પકીડને તપાસ હાથ ધરી છે.

30 વર્ષીય દિલશાદ હુસૈન સગીરા પર રેપના મામલામાં જામીન પર હતો. આ કેસની શુક્રવારે પહેલી તારીખ હતી. દિલશાદ હુસૈને પોતાના વકીલને બપોરે ફોન કર્યો હતો. કોવિડ પ્રોટોકોલને કારણે વકીલ બહાર આવીને તેને મળવાના હતા, આ દરમિયાન સગીરાના પિતાએ તેને જોયો અને ગોળીઓથી વિંધી નાખ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page