મુસ્લિમ યુવાનોએ મજાર પર ચાદર ચઢાવી, મોદીના પીએમ બનવાની માંગી દુઆ
ગોરખપુર: ગોરખપુરના મુસ્લિમ યુવાઓએ હઝરત નક્કો અલી શાહ બાબાની મજાર પર ચાદરપોશી કરી નરેન્દ્ર મોદીના પીએમ બનવાની દુઓ માંગી હતી. ભાજપ અલ્પસંખ્યક મોરચાના કાર્યકર્તાઓ સાથે યુવાનોએ પહેલા મજાર પર ચાદર ચઢાવી હતી અને ત્યાર બાદ ભાજપના જીતની દુઆ કરી હતી.
ઉત્સાહી કાર્યર્તાઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા ભાજપ અલ્પસંખ્યક મોરચાના પૂર્વ પ્રદેશ કાર્યસમિતિ સભ્ય ઈરફાન અહમદે કહ્યું હતું કે આ વખતે ફરી ભાજપની પૂર્ણ બહુમતિવાળી સરકાર બને અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને, એટલા માટે તે લોકોએ ચાદરપોશી કરી દુઆ માંગી હતી. તેમને આશા છે કે ભાજપ આ વખતે ફરી પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવશે.
ઈરફાન અહમદના નેતૃત્વમાં કાર્યકર્તાઓ અને મુસ્લિમ સમાજના લોકો ધર્મશાળા પુલ પાસે હઝરત નક્કો શાહ બાબાની મજાર પર ચાદર ચઢાવવવા પહોંચ્યા હતા. કાર્યકર્તાઓ રોડ પર ચાદર લઈને મજાર સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાબાની મજાર પર ચાદર ચડાવી હતી અને ભાજપને પ્રચંડ બહુમતિ સાથે સરકાર બનવવા માટે દુઆ માંગી હતી.