ઘરની છતો પર શાકભાજી ઉગાડવા માટે સરકાર આપશે 25 હજાર રૂપિયા

Business Feature Bottom

નવી દિલ્હી: બિહારમાં જો તમે જમીન ખાલી ન રહેવાના કારણે શાકભાજીની ખેતી નથી કરતી શકતા તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સરકારે હવે શહેરમાં હરિયાળીને વધારવા માટે ઘરોની છતો પર ફાર્મિંગની યોજના બનાવી છે, જેમાં હવે ઘરની છતો પર લોકો શાકભાજીનું ઉત્પાદન કરી શકશે. આ માટે સરકાર 50 ટકા એટલે કે 25 હજાર રૂપિયાની સહાય પણ કરશે.

બિહારના કૃષિ વિભાગની ‘રૂફટોપ ગાર્ડનિંગ’ નામની આ યોજના પહેલા તબક્કામાં પાંચ શહેર પટણા, મુજફ્ફરપુર, ગયા, ભાગલપુર અને બિહારશરીફમાં લાગૂ થશે. આ પ્રયોગ સફળ થશે તો અન્ય શહેરોમાં પણ લાગૂ કરવામાં આવશે.

બિહારના કૃષિમંત્રી પ્રેમસિંહ મુજબ શાકભાજીના ઉત્પાદન માટે ન તો વધુ માટીની જરૂર પડે છે ન તો વધુ પાણીની જરૂર પડે છે. લાભાર્થીઓને પ્લાસ્ટિક શીટ, પોટ, કન્ટેનર, ટ્રે, બિયારણ વગેરે આપવામાં આવશે. આ યોજનાનો એક વ્યક્તિને એક વાર લાભ મળશે. સરકારનું માનવું છે કે આ યોજના સફળ થયા બાદ શહેરના લોકોને પણ લીલી અને તાજા શાકભાજી મળી રહેશે અને શહેરના વિસ્તારોમાં પર્યાવરણ સંતુલન બનાવી રાખવામાં પણ મદદ મળશે.

નિષ્ણાતોના તમે બિહારમાં આ યોજના સફળ થશે તો દેશના અન્ય રાજ્યો પણ આ યોજનાનો અમલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *