Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratકોર્ટમાં પહેલા દિવસે એવું શું થયું કે ગ્રીષ્માના માતા પોતાના આંસુઓ રોકી...

કોર્ટમાં પહેલા દિવસે એવું શું થયું કે ગ્રીષ્માના માતા પોતાના આંસુઓ રોકી ન શક્યા

સુરતની માસૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ સામે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે સોમવારે કોર્ટમાં પ્રોસિઝર ચાલુ થાય એ પહેલાં જ બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા આરોપી માનસિક રીતે સ્થિર ન હોય સિવિલના માનસિક રોગના નિષ્ણાંત પાસે તપાસ કરાવવા માંગ કરી હતી. જો કે, સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલ હતી કે, આરોપી શાતિર દિમાગ ધરાવે છે અને આ અરજી માત્ર ટ્રાયલ ડિલે કરવા માટે કરાઈ છે. બીજી તરફ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન ગ્રીષ્માના માતા અને ફોઈ પોતાના આંસુઓ રોકી શક્યા નહોતા.

કોર્ટે બચાવ પક્ષની અરજી ફગાવી
બંને પક્ષની દલીલો બાદ કોર્ટે ન્યાયિક અધિકારીની હાજરી વચ્ચે આરોપીને પૂછાયેલાં 15 થી 20 જેટલાં સવાલોના આધારે આરોપી માસનિક રીતે અસ્થિર હોવાની બચાવ પક્ષની અરજી ફગાવી દીધી હતી. આ સાથે જ 4 ડોકટોરની સર અને ઉલટ તપાસ પણ લેવાઈ હતી. આગામી સુનાવણી ગુરુવારે થશે.

માતા-ફોઈ રડી પડ્યા
મીડિયા રિપોર્ટ મુજબ હત્યા કેસની ટ્રાયલના પ્રથમ દિવસે જ ગ્રીષ્માના માતા-પિતા અને અન્ય સંબંધીઓ કોર્ટમાં આવ્યા હતા. જેમાં ગ્રીષ્માના પિતા નંદલાલભાઇ નીચે કોર્ટ કેમ્પસમાં ઉભા હતા, જ્યારે તેમની માતા વિલાસબેન અને ફોઈ રાધાબેન કોર્ટરૂમમાં હાજર હતા. આ વખતે ગ્રીષ્માનું પોર્ટમોર્ટમ કરનાર ડૉક્ટરની જુબાની સમયે ડૉક્ટરે મૃતક ગ્રીષ્માના શરીરનું વર્ણન કરતાં ગ્રીષ્માના માતા વિલાસબેન ચોંધાર આંસુએ રડી પડ્યા હતા. આ ઉપરાંત ગ્રીષ્મના ફોઈ રાધાબેન પણ રડવા લાગ્યા હતા. કોર્ટમાં બેથી અઢી કલાક સુધી ડૉક્ટરની જુબાની લેવામાં આવી હતી. આ દરમિયાન ગ્રીષ્માના માતા અને ફોઈ કોર્ટમાં ઉભા ઉભાં સાંભળતા હતા.

ફેનિલને આ સવાલો કરવામાં આવ્યા
​​​​​​​ન્યાયિક અધિકારીએ આરોપીને કેબિનમાં લઇ જઇને 15 થી 20 જેટલાં સવાલો કર્યા હતા જેમાં તેનું નામ, અભ્યાસ, ખેતીની જમીન છે તો ક્યા પ્રકારની ખેતી થાય છે. પિતા શું કરે છે. પોતે શું કરે છે વગેરે. જેના જવાબમાં આરોપીએ કહ્યું કે, ખેતીની જમીન છે જે પિયતવાળી છે અને તેમાં કપાસની ખેતી થાય છે. જ્યારે પિતા રત્નકલાકાર છે.

બચાવ પક્ષે આ દલીલો કરી
બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલ કરી કે આરોપી માનસિક રીતે અનસાઉન્ડ હોય તેને સારવારની જરૂર છે. સિવિલના તબીબનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવે. તેણે નેટ પર એકે 47 શોધવાની કોશિષ કરી સ્વસ્થ માનવી આવું ન કરે, આવા માનસિક અસ્થિર મગજના વ્યક્તિની ટ્રાયલ ચાલી શકે નહીં.

સરકાર પક્ષની આ હતી ધારદાર દલીલ
ટ્રાયલ લંબાવવાનો પ્રયાસ છે. તેની કોઈ મેડિકલ ટ્રીટલમેન્ટ ચાલતી હોય એવા પેપર્સ પણ રજૂ કરાયા નથી. આરોપી 21 વર્ષનો છે, કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ પણ કર્યો છે. કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેણે ચાર્જફ્રેમના કાગળો વાંચી સહિ કરી હતી. સિવિલમાં સારવાર બાદ માનસિક રીતે સ્થિર હોવાનું સર્ટિફિકેટ પણ અપાયુ હતુ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page