Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની તપાસ માટે આ ડીએસપીના વડપણ હેઠળ સીટની રચના...

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની તપાસ માટે આ ડીએસપીના વડપણ હેઠળ સીટની રચના કરાઈ

સુરતમાં એક તરફી પ્રેમમાં જાહેરમાં 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપી હત્યાના બનાવે ચકચાર મચાવી છે. હેવાન હત્યારા સામે ગુજરાતભરતમાંથી ફીટકાર વરસી રહ્યો છે. સામાન્યથી લઈને ઉચ્ચ વર્ગના લોકો હત્યારાને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. રાજ્ય ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પરિવારની મુલાકાત લઈને ઝડપી ન્યાયની ખાતરી આપી છે. ત્યારે આ કેસની તપાસ માટે અલગ જ સીટની રચના કરવામાં આવી છે.

ડીએસપી રવિરાજસિંહ જાડેજા વડપણ હેઠળ સીટની રચના
ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસની તપાસ માટે ડાંગ જિલ્લાના ડીએસપી રવિરાજસિંહ જાડેજાનાના વડપણ હેઠળ સીટની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રેનિંગમાં આવેલા એસપી વિશાખા જૈન, સુરત ડીવાયએસપી બી કે વનાર, ડીવાયએસપી ભાગર્વ પંડ્યા, કામરેજ પીઆઈ એમ એસ ગીલાતર, પીઆઈ આર બી ભટોળ, જે ડી વાઘેલા, વલસાડ એસઓજી પીઆઈ વી બી બારડ સહિત જિલ્લા એલસીબી, એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.

સીસીટીવી ફુટેજ મેળવાયા
સીટની ટીમે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. જેમાં ગ્રીષ્માના પરિવારજનો તમેજ નજરે જોનાર તમામના નિવેદન લેવાયા છે. આ ઉપરાંત ફેનીલ ગોયાણીના શુક્રવાર અને શનિવારે દિવસભરની સુરત શહેરમાં ગતિવિધી અંગે સીસીટીવી ફુટેજ મેળવાયા છે. પણ ફેનીલ નવી સિલિવમાં સારવાર હેઠળ હોવાથી ત્રણ દિવસથી પૂછપરછ થઈ શકી નથી. ડોક્ટરની પરવાનગી બાદ પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

બંને ચપ્પુ પોલીસે કબ્જે કરાયા
આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એફએસએલ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. ફેનિલ પાસેના બંને ચપ્પુ પોલીસે કબ્જે કર્યા છે. અને કેસમાં ઝડપી ચાર્જશીટ રજૂ કરવા સ્પેશ્યલ સરકારી વકીલ સાથે કાર્યવાહી શરૂ કરી છે.

શું હતો બનાવ?
સુરતના પાસોદરા પાટીયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદરલાલ વેકરિયાની એક તરફી પ્રેમ કરતાં ફેનીલ ગોયાણીએ ગત શનિવારના સાંજે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આરોપીએ ગ્રીષ્માના મોટાબાપા સુભાષભાઈ વેકરિયા અને નાના ભાઈ ધ્રુવને પણ ચપ્પુના ઘા માર્યા હતા. ત્યાર બાદ ઘેનની ગોળી પીને જાતે હાથમાં ચપ્પુ મારી દેતા નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page