વેવાણ-વેવાઈ પ્રેમ પ્રકરણ: વેવાણ અડધી રાતે પોલીસ સ્ટેશને થયા હાજર, પતિએ શું કહ્યું?

Featured Gujarat

નવસારી: સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા વેવાઈ-વેવાણના પ્રેમ પ્રકરણમાં અચાનક નવો વળાંક આવ્યો છે. મોડી રાતે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થયા હતાં. જ્યાં તેમણે પોતાની ભુલ થઈ ગઈ હોવાનું નિવેદન પણ લખાવ્યું હતું. જોકે વેવાણનાં પતિએ તેને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ મહિલાના પિતા ત્યાં આવીને તેને લઈ ગયા હતાં. મહત્વની વાત એ છે કે, વેવાણને જોવા માટે પોલીસ સ્ટેશને લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.

સુરતમાં વેવાઈ-વેવાણ ભાગી ગયા હતા તેમાંથી વેવાણ પરત આવી ગયા છે. જોકે વેવાઈનો કોઈ અતોપત્તો નથી. નવસારીમાં વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઈ ગયાં હતાં. મહત્વની વાત એ છે કે, પોલીસ સ્ટેશનમાં જ પતિએ તેના સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. વેવાણને જોવા માટે લોકોનાં ટોળાં ઉમટ્યાં હતાં.

પતિએ પત્નીને અપનાવાનો ઈન્કાર કરતાં પત્નીએ પોતાના પિતાને ફોન કરીને જાણ કરી હતી ત્યાર બાદ તેના પિતા સુરતથી વિજલપોર પોલીસ સ્ટેશને લેવા માટે પહોંચ્યાં હતાં. વેવાણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મારાથી ભૂલ થઈ ગઈ છે અમે અમારા પ્રેમ પ્રકરણમાં સમજૂતી થઈને અમે છુટા પડ્યા છીએ. જોકે હાલ વેવાઈનો કોઈ જ અત્તોપત્તો નથી.

નોંધનીય છે કે, નવસારીમાં પાંચ દિવસ પહેલા બે પરિવારો યુવક અને યુવતીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્નનો હોલ, કપડાં, કેટરીંગ, ઘરેણાંથી લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ તેવામાં બંને પરિવાર વચ્ચે એક ગજબની ઘટના સર્જાતા બન્ને પરિવાર વચ્ચે વિવાદ થયો હતો ત્યાર બાદ આ યુવક અને યુવતીના લગ્ન તુટી ગયા હતા.

સુરતના નવસારીના યુવક-યુવતીના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં થવાના હતા પરંતુ તે પહેલા વરરાજાના પિતા અને કન્યાની માતા બંને અચનાક ગુમ થઈ ગયા હતા. ત્યાર બાદ પરિવારના જણાવ્યા પ્રમાણે, વરરાજાના પિતા અને કન્યાની માતા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતાં હતા. વેવાઈ અને વેવાણ ભાગી જતાં બન્નેના પરિવારજનોએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, યુવક અને યુવતીના લગ્નની પરવા કર્યાં વગર જ વેવાઈ અને વેવાણ સાથે ભાગી જતાં આ કિસ્સો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વેવાણ અને વેવાઈની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *