Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightહાર્દિક પટેલ લગ્નની પહેલી રાત્રે મને સંવિધાન વિશે સમજાવતા હતા: પત્ની કિંજલ...

હાર્દિક પટેલ લગ્નની પહેલી રાત્રે મને સંવિધાન વિશે સમજાવતા હતા: પત્ની કિંજલ પટેલ

ગાંધીનગર: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે ગઈકાલ શનિવારે ગાંધીનગરમાં ગુજરાત ચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ સંમેલનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ, હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી સંમેલનને સંબોધન કર્યું હતું.

આ તકે હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે પણ ઉપસ્થિત રહી પહેલી વખત કોઈ સભાને સંબોધન કર્યું હતું. કિંજલ પટેલે નામ લીધા વગર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કિંજલે પટલે સંબોધનની શરૂઆતમાં કહ્યું, ‘‘આપણે સૌ કોઈ ક્યાંક ને ક્યાંક નિરાશ થઈ ગયા છીએ, હતાશ થઈ ગયા છીએ. એ નિરાશા અને હતાશા દૂર થાય અને ગુજરાતની સમગ્ર જનતામાં ચેતના આવે, જાગૃકતા આવે એ આજના ગુજરાત ચેતના સંમેલનનો ઉદ્દેશ છે’’

ગુજરાતનો એક નવયુવાન આપણાં સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે છેલ્લાં ચાર વર્ષથી લડી રહ્યો છે: કિંજલ

કિંજલે પટેલે કહ્યું, ‘‘આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની જનતા બહુ દુ:ખી છે, ક્યાંક ને ક્યાંક હેરાન છે. અન્યાય અને અત્યાચારથી ઘેરાયેલી છે. અને આ સ્થિતિમાં જગતનો અન્નદાતા આજે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. આ સ્થિતિમાં એક નવયુવાન આપણાં સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે છેલ્લાં ચાર વર્ષથી લડી રહ્યો છે. આપણને ન્યાય મળે એના માટે તેણે કેટલાંય અન્યાય અને અત્યાચાર સહન કર્યા. પોતાના માતા-પિતા,પરિવાથી દૂર નવ-નવ મહિના જેલમાં, છ મહિના ગુજરાત બહાર ગુજાર્યા. આજે પણ 32થી વધારે કેસો તેના પર છે. છતા એ અડગ છે. તે આ સ્થિતિ સામે નીડરતાથી સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે આપણા હીત માટે થઈને એક યુવાન પોતાના ઘર-પરિવાર, પોતાના મોજશોખ, પોતાની યુવાની બધુ જ ત્યજીને આમ સતત સંઘર્ષ કરી રહ્યો હોય તો આપણે તો આપણાં માટે લડવાનું છે. આપણે જ નિરાશ થઈ જઈશું તો કેમ ચાલશે. આપણે અન્યાયની સામે લડવાનું છે. એનો સામનો કરવાનો છે, એને સહન નથી કરવાનો. કારણ કે આપણે જેટલું સહન કરીશું, આ લોકો એટલો જ અત્યાચાર કરશે અને આ હકીકત છે..’’

નામ લીધા વગર ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

કિંજલ પટેલે વધુમાં કહ્યું, ‘‘બની શકે કે આપણી લડાઈમાં આપણે ઈચ્છીએ એવું પરિણામ ના પણ આવે પણ એનો એ અર્થ નથી કે આપણે નાસીપાસ થઈ જઈએ અને ઘરમાં બેસી જઈએ. જો એ ખોટું કરવાવાળા ખોટું કરતાં નથી થાકતાં તો આપણી લડાઈ તો સત્યની છે. આપણે શા માટે પીછેહઠ કરીએ. એમનું તો કામ જ એ છે ખોટું કરવાનું. ફક્ત વાતો કરવાની વાતો સિવાય કંઈ નહીં કરવાનું. આ સ્થિતિ સામે હવે લડવું પડશે. આ સ્થિતિમાં ક્રાતિકારી પરિવર્તન લાવવું પડશે અને એના માટે આપણે સૌએ જાગૃત બનવું પડશે, સૌએ એક થઈને લડવું પડશે. બહાર નીકળવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. તો આમાં પરિવર્તન આવશે. આજે હું પ્રથમ વખત તમારી વચ્ચે આ વાત કહેવા આવી છું. આ વાત હાર્દિકની પત્ની છું એટલે કહેવા નથી આવી, પંરતુ હાર્દિકની જે વિચારધારા છે ગુજરાતની જનતાને લઈને, તેમના અધિકારને લઈને, તેના હીતને લઈને તે ગુજરાતની તમામ જનતા સુધી પહોંચે એવો આશ્રય લઈને આવી છું.

હાર્દિક લગ્નની પહેલી રાત્રે સંવિધાન સમજાવતો હતો

કિંજલે કહ્યું, ‘‘હું જ્યારથી પણ હાર્દિકને ઓળખું છું, જ્યારથી પણ તેમના સંપર્કમાં છું ત્યારથી તેમના મોંઢે મેં એક જ વાત સાંભળી છે કે મારે કંઈક કરવું છે. મારે લોકો માટે કંઈક કરવું છે. લોકોને લાભ મળે એવું મારે કંઈક કરવું છે . હાર્દિક એક એવા વ્યક્તિ છે, જો હું તમને કહીશ તો કદાચ તમને હસવું આવશે. હાર્દિક લગ્નની પહેલી રાત્રે પોતાની પત્નીને સંવિધાન વિશે સમજાવે છે, સ્ત્રી સશક્તિકરણ વિશે સમજાવે છે, સ્વબચાવ વિશે સમજાવે છે. તેને લોકહીતથી મતલબ છે. તેમની પ્રાયોરિટી લોક છે, જનતા છે. અને મને ગર્વ છે એ વાત કહેતાં કે હાર્દિક સૌથી વધારે સન્માન સ્ત્રીઓનું કરે છે. એ સ્ટ્રોંગલી માને છે કે સ્ત્રી શક્તિનો સંચાર છે અને મને પણ આ વાત સતત સમજાવતા હોય છે. ’’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page