Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ કેટલી બેઠકો પર છે આગળ? તમામ માહિતી...

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ કેટલી બેઠકો પર છે આગળ? તમામ માહિતી જાણો અહીં

Gujarat Election Result 2022 Live:ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. જેની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે.

વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ, મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ, વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ. અંજાર, ભુજ, બાયડ, ભિલોડા, ભરૂચ બેઠક પર ભાજપ આગળ, મોડાસા બેઠક પર કોંગ્રેસ આગળ

9:07: કોંગ્રેસના મેવાણી પાછળ

9:05: બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

9: 03: ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર આગળ

8:55: આપના ચૈતર વસાવા આગળ

8:55:ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ

8: 52: ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ

8: 49: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

8: 48: વાવ સીટ પરથી કોંગ્રેસના ગેની બેન ઠાકોર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ

8: 39: વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ

8: 37 મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ

8:26: ઈવીએમની મતગણતરી શરૂ થઈ

8: 26: ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ

8: 23: વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ

8: 22: ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ

8: 18: કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ

8: 13: પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.

સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page