Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratમાણસ જેવો જ દેખાતો જીવ આવ્યો સામે, વિચિત્ર જીવે લોકોના જીવ અદ્ધર...

માણસ જેવો જ દેખાતો જીવ આવ્યો સામે, વિચિત્ર જીવે લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા

ઘણી વખત એવા એવા વિચિત્ર કિસ્સોઓ આવતાં હોય છે, જેને સાંભળીને ભલભલા ધ્રુજી ઉઠે છે. પૃથ્વી પર વિચિત્ર પશુ-પક્ષીઓના જન્મના અનેક કિસ્સો તમે જોયા હશે. આવો જ એક અજીબોગરીબ બનાવ ભરુચ જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક વિચિત્ર જીવે લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા હતા.

હાંસોટ તાલુકાના ઇલાવ ગામ નજીક કિમ નદીમાં એક માછીમારની જાળમાં માનવ ચેહરા જેવી દેખાતી માજલી પકડાઈ હતી. માછલીને જોઈને એક સમયે તો માછીમારની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. માછીમાર આ માછલીને ઘરે લાવતા જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ઇલાવ ગામના રહેવાશી નરસિંહ રાઠોડ કિમ નદીમાં માછીમારી કરવા ગયા હતા. સવારના સમયે પાણીમાં જાળ ફેંકી ત્યારે નદીની અન્ય માછલીઓ સાથે એક અનોખા દેખાવ વાળી માછલી તેમની જાળમાં ફસાઈ હતી. આ માછલીનો આકાર માણસના ચહેરા જેવો હતો. એટલું જ નહીં આ માછલીને પાણીમાંથી બહાર કાઢી જતાં જીવતી રહી હતી.

માછીમાર નરસિંહ રાઠોડ આ માછીલને પોતાના ઘરે લાવ્યા હતા. માનણના ચહેરા જેવી માછલીના વાત ફેલાતા આજુબાજુ ગામના લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. લોકોમાં આ અંગે ભારે કૌતુહૂલ સર્જાયું હતું.

બીજી તરફ આ માછલી અંગે નિષ્ણાતોનો મત લેવામાં આવ્યો હતો. એક્સપર્ટે જણાવ્યું હતું કે આ પફર નામની ફિશ છે. આ માછલીની બીજી ખાસિયત એ છે કે માછલી નાના આકરની હોય છે. પણ જ્યારે કોી અસલામતિનો અનુભવ થાય ત્યારે પોતાનો આકાર મોટો કરી શકે છે.

હાલ માછીમારે આ માછલીને પોતાના ઘરમાં ડોલમાં રાખી છે અને જરૂરી ખોરાક પણ આપે છે. ટૂંક સમયમાં આ માછલીને જે વિસ્તારમાંથી મળી હતી ત્યાંથી છોડી મૂકવામાં આવશે, તેવી માહિતી મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page